નર્મદા એલ સી બી એ જન્માષ્ટમી ના દિવસે બે મોટા શ્રાવણીયા જુગારધામ ઝડપી પાડ્યા.

0
181

રાજપીપળા અને ભચરવાડા માં રેડ દરમિયાન 1.31 લાખ થી વધુ ના મુદ્દામાલ સાથે દસ ખાનદાની નબીરાઓ ને ઝડપી પાડ્યા.

નર્મદા જિલ્લા ના જન્માષ્ટમી ની ઉજવણી ભારે ઉત્સાહ પૂર્વક થઈ પરંતુ દર વર્ષે આ દિવસે પોલીસ ની નજર ખાસ જુગાર પર હોવાનું જાણવા છતાં કેટલાક લોકો એ દિવસે જુગાર રમવું એવી ખોટી માન્યતા ને અનુસરી ગેરકાયદેસર જુગાર રમતા હોય છે ત્યારે આ વર્ષે પણ નર્મદા એલ સી બી ની બાઝ નજર જુગાર પર હતી ત્યારે એલ સી બી ના જાંબાઝ પી એસ આઈ એ ટિમ સાથે નાંદોદ તાલુકાના ભચરવાડા ગામમાં ચાલતા શ્રાવણીયા જુગાર પર બાતમીના આધારે છાપો મારતા ત્યાં જુગાર રમતા જગદીશ નવીન વાળંદ ,વિનોદ અમરા વસાવા ,નવનીત નગીન વસાવા ,પ્રતાપ વિઠ્ઠલ વસાવા મળી કુલ ચાર જુગારીયાઓ ને રોકડા રૂપિયા 19,480/- એક મો.સા. 30,000/- અને મોબાઈલ નંગ 05 કિંમત 6000/- મળી કુલ રૂપિયા 55,420/- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા જતા.

જયારે એલ સી બી ને મળેલી વધુ એક બાતમી મુજબ રાજપીપળા ના નવાપરા વિસ્તાર માં ચાલતા જુગાર પર રેડ કરતા ત્યાં રહેતા હેમંત ચીમન પટેલ ,યોગેશ બેચર માછી ,જયેશ ગોવિંદ પટેલ પ્રણવ રમેશચંદ્ર વ્યાસ દર્શક ચીમન પટેલ ,અને રાજેશ મનહર માછી ને રોકડા રૂપિયા 12,310/- મોબાઈલ નંગ 07 ની કિંમત રૂપિયા 14,000/- તેમજ મો.સા.નંગ 02 ની કિંમત 50,000/- મળી કુલ રૂપિયા 76,310/- ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી આમ નર્મદા એલ સી બી ની ટીમે બે જગ્યા પર થી કુલ રૂપિયા 1,31,730 ના જુગાર સાથે કુલ દસ વ્યક્તિઓની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY