કુંભ મેળાની તૈયારી માટે બની રહેલા હેલીપોર્ટ બિલ્ડિંગનો હિસ્સો તૂટતા, બેના મોત

0
5

ન્યુ દિલ્હી,તા.૧૦
પ્રયાગરાજમાં કુંભ મેળાની તૈયારીને લઈને બનાવવામાં આવી રહેલા હેલીપોર્ટ બિલ્ડિંગનો એક હિસ્સો તૂટી પડ્યો છે. બુધવારે રાત્રે થયેલા આ દુર્ઘટનામાં બે મજૂરોના મોત નિપજ્યા છે. ઘટનાના જાણ થતા જ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમજ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજમાં આવનારા શ્રદ્ધાળુઓને હેલિકોપ્ટરની સુવિધા પૂરી પાડવા માટે હેલીપોર્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત હેલીપોર્ટ પર વીવીઆઈપી ગેસ્ટના હેલિકોપ્ટર્સનું પા‹કગ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વખતે કુંભના મેળાનું આયોજન ઉત્તર પ્રદેશ સરકાર ખૂબ જ ભવ્ય રીતે કરી રહી છે. મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી પોતે કુંભ મેળાની તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે. આ વખતે કુંભના મેળામાં ઘણા રાજ્યોના દિગ્ગજા તેમજ પ્રખ્યાત હસ્તિઓ સાથે ઘણા દેશોના ગણમાન્ય લોકો પણ હાજર રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY