રાજપીપળામાં ટાયગર ગ્રુપનું યુવા રેલી દ્વારા શક્તિ પ્રદર્શન,આતંકી પ્રવુતિ કરતા પાકિસ્તાન સામે રોષ 

0
34

શોભાયાત્રામા યુવાનોએ પાકિસ્તાનના ધ્વજને રસ્તા પર નાખી પગ વડે કચડ્યો,ધ્વજ પરથી બગી પણ ફેરવી અને બાઈક રેલી પણ પસાર કરી ઉગ્ર રોષ વ્યક્ત કરી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા

નર્મદા ટાઇગર સેના દ્વારા રાજપીપળા ખાતે શિવાજી મહારાજની 389મી જન્મ જયંતિ ઉજવાઈ.

રાજપીપળા : શિવાજી મહારાજના ભૂતકાળમાં અનેક કાર્યો અને આદર્શો આજે પણ લોકોના હૃદયમાં સ્થાન જમાવી બેઠેલા છે. તેમણે કરેલા લોક કાર્યો આજે પણ લોકો માટે પ્રેરણાદાયી સાબિત થાય છે. ત્યારે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં છત્રપતિ શિવાજી મહારાજની 389 મી જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં રાજપીપળામાં યુવાનો દ્વારા બનાવાયેલ ટાયગર સેના દ્વારા શિવાજી મહારાજ ની આ જન્મ જયંતિ નિમિત્તે પુલવામા શાહિદ થયેલ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને પાકિસ્તાન પ્રત્યેનો યુવાનો નો રોષ પણ પ્રગટ કરવામાં આવ્યો આ યુવાનોએ પાકિસ્તાનના ધ્વજને રસ્તા પર નાખી પગ વડે કચડ્યો એટલુંજ નહિ આ ધ્વજ પરથી બગી પણ ફેરવી અને બાઈક રેલી પણ પસાર કરી ઉગ્ર રોષ વ્યક્ત કરી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા

સાથે શિવાજી મહારાજની જેમજ આજના યુવાનો પણ શ્રેષ્ઠતાથી આગળ વધે અને સમાજમાં શાંતિ સમૃદ્ધિ અને વીરતા વધે તેવો પ્રયત્ન કરે તેવા સંકલ્પ લેવાયા અને સમગ્ર ભારત એકતાનું પ્રતીક બને તેવા પ્રત્યત્નો યુવાનો કરે તે હેતુી શિવાજી મહારાજના બેનર સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં રાજપીપળા અને આજુબાજુના ગામના યુવાનો જોડાયા અને શ્રેષ્ઠ ભારત બનાવવા વીરતા તરફ અને શિવાજી ના કાર્યો તરફ તમામ જોડાય તેવી અપીલ પણ કરાઈ આ શોભાયાત્ર રાજપીપળાના રાજમાર્ગો પર ફરી હતી. આ સમગ્ર રેલીનું આયોજન ટાયગર સેના પ્રમુખ પ્રકાશ વસાવા, સંયોજક ટાયગર સેના મયંક જોશી, ટાઇગર સેના મહારાષ્ટ્ર ના ઋષિકેશ ભાવુ, જીતેન્દ્રસિંહ કઠવાડિયા સહીત મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લખનીય છે કે આગામી માર્ચમાં લોક સભાની ચૂંટણી જાહેર થાય તેમ છે ત્યારે હિંદુત્વના નામે એક સંગઠન ગ્રુપ ઉભું થયું છે આ ટાઇગર ગ્રુપ બનવા પાછળ કોનો હાથ છે અને કયું રાજકારણ જેમાં ભાગ ભજવે છે તે આવનારો સમય બતાવશે પરંતુ હાલ કોંગ્રેસ ભાજપ સહીત પાર્ટીમાં ચિંતાના વાદળો ઘેરાયા છે ત્યારે મળતી માહિતી મુજબ આ ટાઇગર ગ્રુપ મહારાષ્ટ્રમાં પણ સક્રિય છે જેનું કનેક્શન શિવસેના સાથે પણ હોઈ શકે તો તાજેતરમાં જ શિવસેના એ ભાજપ સાથે ગઠબંધન કર્યું હોય આ ભાજપ પ્રેરિત કહેવાય કે કેમ એ બાબત પર પણ હાલ પડદો છે જે તે ચૂંટણી સમયમાં ખુલ્લું પડશે પરંતુ આ શક્તિ પ્રદર્શને રાજકારણમાં ગરમાવો જરૂર લાવી દીધો છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY