મુંબઈ,તા.૧૯
બોલિવૂડ એક્ટ્રેસ અને રાજકારણી નફિસા અલી કેન્સરમુક્ત થઇ ગયા છે. નફિસા કોંગ્રેસ પાર્ટી સાથે જાડાયેલા છે. સ્ટેજ ૩ કેન્સર સામે તેઓ નવેમ્બર,૨૦૧૮થી સારવાર લઇ રહ્યા છે. તેમણે મોટી સફળ સર્જરી બાદ પોતાની તબિયત વિશે જણાવતા એક વીડિયો શેર કર્યો હતો. તેમને પોતાના કેન્સર અને એની સારવારની જર્ની વિશે હંમેશાં ખુલીને વાત કરી છે. તેઓ પોતાના પરિવાર અને મિત્રો સાથે રેગ્યુલર ફોટો પણ શેર કરતા રહેતા હતા. નફિસાએ સૌનો આભાર માન્યો અને લખ્યું છે કે, હું સર્જરી બાદ મારા સ્કાર્સ સાથે ઘરે આવી છું, જે મારા ફેફસાંથી લઈને પેટ સુધી છે. હવે મારી પાસે મારા ફેફસાંનો પાવર પાછો આવી ગયો છે. હું જેટલી બહાદુર થઇ શકું એમ હતી એટલી બહાદુર રહી હતી. હું મારા ડોક્ટરોનો આભાર માનું છું. એમણે મને કહ્યું કે તેઓ મારા શરીરમાંથી સંપૂર્ણપણે કેન્સરને કાઢવામાં સફળ રહ્યા.
એક્ટ્રેસ નફિસા અલી નફિસા અલી ‘લાઈફ ઈન મેટ્રો’, ‘યમલા પગલા દિવાના’, ‘જુનૂન’, ‘મેજર સાબ’ વગેરે ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




