અગાઉ 17 લાખના ખર્ચે 24 કેમેરા લગાવ્યા હતા પણ મેન્ટેન્સના અભાવે હાલ બંધ હાલતમાં છે.

રાજપીપળા : રાજપીપળા નગર ફરી એકવાર સીસીટીવીથી સજ્જ થઇ રહ્યું છે ગાંધીનગર શહેરીવિકાસ યોજના હેઠળ અંદાજિત 4 કરોડના ખર્ચે 60 જેટલા નાઈટ વિઝન કલર કેમેરા લગાવવામાં આવી રહ્યા છે જેનો કંટ્રોલ રૂમ જિલ્લા પોલીસ વડાની કચેરી રહેશે, આ 60 કેમેરા લાગતા નર્મદા જિલાના વડા મથકને તીસરી આંખ મળશે, જેનાથી સુરક્ષા વધશે, પરંતુ આ કેમેરા લગાવતા લગાવી દેવાયા છે પણ તેનું મેન્ટેનન્સ થાય એ જરૂરી છે અને જેથી નગરજનોને લાંબો સમય લાભ મળે એવું નગરજનો ઈચ્છે છે. કેમકે ગાંધીનગર થી GUDC વાળા આવીને બે વાર ગટર લાઈન બનાવી ગયા જે ફેલ રહી, શુદ્ધ પીવાના પાણીનો ફિલ્ટર પ્લાંટ બનાવ્યો પણ એ ફેલ રહ્યો, હવે કરોડોના ખર્ચ સીસીટીવી કેમેરા પાછળ કરી રહ્યા છે ત્યારે એ કેટલો સમય ચાલે છે તે જોવું રહ્યું આગાઉ 17 લાખના ખર્ચે 24 કેમેરા લગાવાયા પરંતુ હાલ તમામ બંધ છે જેથી હાલ લાગી રહેલા કેમેરાનું બહારની ખાનગી એજન્સી દ્વારા મેન્ટેન્સ જળવાશે કે કેમ, એનું મહત્વ વધુ છે.
બોક્ષ : નર્મદા જિલ્લામાં સરકારી નોમ્સ પ્રમાણે કામગીરી થતી નથી કામગીરી બાદ જે તે કંપનીએ 3 કે 5 વર્ષ મેન્ટેન્સ કરવાનું હોય છે પણ અહીંયા વેઠ ઉતારીને જાય છે ત્યારે આ કેમેરા કેટલા દિવસો ચાલે તે જોવું રહ્યું હાલમાં રાજપીપળામાં સફેદ ટાવર, વાડિયા ચોકડી,સબજેલ, કોર્ટ, સિવિલ, કાળિયાભુત, વડિયા જકાતનાકા, આંબેડકર ચોક, સંતોષ ચોકડી કાલાઘોડા સહીતના વિસ્તારોમાં તમામ રસ્તા કવર થાય એવા 60 કેમેરા લગાવવામાં આવ્યા છે. અને બાકીની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





