મુંબઈ,તા.૧૯
અર્ચના પૂરણ સિંહે આ વાતનો ઇન્કાર કર્યો છે કે તેણે શોમાં નવજોત સિંહ સિદ્ધુની જગ્યા લીધી છે. ખબર હતી કે પુલવામા આતંકી હુમલા બાદ વિવાદિત નિવેદનને કારણે સિદ્ધુને શોમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
અર્ચના પૂરણ સિંહે આ વાતનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે કે તેમણે શોમાં નવજોત સિંહ સિદ્ધુની જગ્યા લીધી છે. ખબર હતી કે પુલવામા આતંકી હુમલા બાદ વિવાદિત નિવેદનને કારણે સિદ્ધુને શોમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ પહેલાં સિદ્ધુએ પણ શોમાંથી તેને હટાવી દેવાની વાત પર ઇન્કાર કર્યો હતો અને હવે અર્ચના પૂરણ સિંહે પણ તેવી જ વાત કરી છે.
સોની એન્ટરટેનમેન્ટ ટેલીવિઝને રવિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી જેમાં સિદ્ધુને હટાવવાની ખબરની વચ્ચે અર્ચનાનું સ્વાગત કર્યુ હતું. જાકે આ સપ્ષ્ટ નથી કે અર્ચના સાચેમાં સિદ્ધિુની જગ્યા લીધી છે કે નહીં. પણ આ હાલમાં તો બંને આ વાતનો સ્પષ્ટ ઇન્કાર કરી રહ્યાં છે. અર્ચનાએ કહ્યું કે, ‘ના મે તેમની જગ્યા લેધી છે.’
તેણે કહ્યું કે, ‘શોનાં સ્થાયી રૂપે ભાગ હોવાને કારણે સોની એન્ટરટેનમેન્ટ ટેલીવિઝન કે કોઇ અન્ય તરફથી ઓફિશિયલ જાહેરાત નથી થઇ.’ તેમણે કહ્યું કે, ‘મે પુલવામા હુમલા પહેલાં ‘ધ કપિલ શર્મા શો’નાં બે એપિસોડનું શૂટિંગ કર્યુ છે. નવજાત સિંહ સિદ્ધુ બિઝી શેડ્યુલને કારણે ચેનલે બે એપિસોડની શૂટિંગ કરવા માટે મારો સંપર્ક કર્યો હતો અને મે તેમ જ કર્યું છે.’
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





