રાજપીપળા એસટી ડેપોમાં બીજા દિવસે પણ બસો બંધ રહેતા બાર લાખની ખોટ 

0
8

એસટી નિગમના કર્મચારીઓના પ્રશ્નો બાબતે સરકારે નમતું ન જોખતા,રાજપીપળા એસટી ડેપોમાં બીજા દિવસે પણ બસો બંધ 

રાજપીપળા એસટી ડેપોના 300 જેવા કર્મચારીઓ હડતાલ પર ઉતરતા 57 રૂટ બંધ થયા જેમાં બે દિવસમાં 12 લાખ રૂપિયા ની ખોટ થઈ 

રાજપીપળા : સમગ્ર ગુજરાત રાજ્યમાં પડતર માંગણી અને સાતમા પગાર પંચના લાભની માંગ સાથે એસટી નિગમના કર્મચારીઓ હડતાલ પર ઉતારતા લખો મુસાફરો અટવાયા છે ત્યારે નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા એસટી ડેપો માં પણ સતત બે દિવસથી તમામ 57 રૂટ પરની બસો બંધ રહી જેમાં આ ડેપોના 140 જેવા ડ્રાઈવરો,110 કન્ડક્ટરો સહીત મિકેનિકલ અને અન્ય સ્ટાફ મળી 300 જેવા કર્મચારીઓ હડતાળમાં જોડાતા ડેપો સુમસામ જોવા મળ્યું સાથે ડેપોની અંદર બહારની દુકાનો લારી ગલ્લા ના માલિકોના રોજગાર પણ ઠપ થઈ ગયા હતા તેમ છતાં સરકાર એસટી કર્મચારીઓના પ્રશ્નો બાબતે કોઈ નિરાકરણ ન લાવતા આ હડતાલ હજુ ક્યાં સુધી યથાવત રહેશે અને ક્યાં સુધી એસટીના પૈડાં અટકશે એ કહેવું મુશ્કેલ છે .

જોકે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવવાની હોય પોતાની ગોદડી સાચવવા સરકારે નમતું જોખવું પડશે એ પણ છે પરંતુ સતત બે દિવસ થવા છતાં આ બાબતે કોઈ નિરાકરણ ન આવતા આગામી ચૂંટણી પર એની કેવી અસર પડશે એ સમયજ બતાવશે હાલ તો એસટી બસો બંધ હોવાના કારણે ખાનગી વાહનોને સારી આવક ઉભી થઈ રહી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY