પોઇચા રોડ પર અચાનક વાનમાં આગ લાગતા શું થયું….જાણો

0
75

વાનમાં સ્પાર્કિંગ થતા ગભરાઈને ચાલાક નીચે ઉતરી અન્યને નીચે ઉતારી દૂર લઇ ગયો ત્યારબાદ આગ પકડી,6 નો બચાવ   

રાજપીપળા : રાજપીપળા પોઇચા રોડ પર વડોદરા જતી વાન એકાએક સળગી ઉઠતા અંદર બેઠેલા ચાલાક સહીત 6 ની જિંદગી સદ્નસીબે બચી ગઈ, વાન ગણતરીની મિનિટોમાં ભળકે બળીને ખાખ થઈ ગઈ.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા વાનમાં વડોદરાથી 6 જેટલા લોકો આવ્યા હતા જે સાંજે વડોદરા પરત ફરતા હોય રાજપીપળા થી પોઇચા જતા માર્ગ પર રસેલા ગામ પાસે વાન માં સ્પાર્કિંગ થયું અને આગ લાગી જેથી સમય સુચકતા વાપરી ચાલક તાત્કાલિક નીચે ઉતરી અંદર બેઠેલા તમામને બહાર કાઢી દૂર લઇ ગયો. ત્યારબાદ વાન જોત જોતામાં ભળકે બળવા લાગી અને ગણતરીની મિનિટોમાં વાન બળીને ખાખ થઇ ગઈ હતી. સ્થાનિક લોકો આગ ઓલવવાની કોશિશ કરે એ પહેલા વાન બળી ગઈ હતી, હાલ આગ લાગવાનું કારણ કે વાન કોની છે એ જાણી શકાયું નથી પરંતુ ગેસકીટ હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે કેમકે ગભરાયેલા પરિવાર ત્યાંથી નીકળી ગયું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY