ઉત્તરપ્રદેશના ગોરખપુરથી પીએમ મોદીએ પ્રધાનમંત્રી કિસાન યોજનાનો શુભારંભ કરાવ્યો હતો,જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
રાજપીપળા :પીએમ મોદીએ 24મી ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશના ગોરખપુરથી પ્રધાનમંત્રી કિસાન યોજનાનો શુભારંભ કરાવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.પીએમ-કિશાન યોજના અંતર્ગત દેશના ખેડૂતોના ખાતામાં વર્ષે 6000 રૂપિયા કેન્દ્રની સરકાર જમા કરાવશે.જેનો શુભારંભ ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોના ખાતામાં ઓન લાઈન પૈસા જમા કરીને કર્યો હતો.સમગ્ર દેશના 1 લાખથી પણ વધુ ખેડૂતોને 221 કરોડ રૂપિયા આ યોજના દ્વારા અપાશે.
આ યોજનાના શુભારંભ પ્રસંગે દેશના પસંદગી પામેલા રાજ્યોમાંથી 11 ખેડૂતોને ગોરખપુર ખાતે બોલવામાં આવ્યા હતા.જેમાં ગુજરાતમાંથી ફક્ત નર્મદા જિલ્લો પસંદગી પામ્યો હતો.નર્મદા જિલ્લામાંથી નાંદોદ તાલુકાના ગામકુવા ગામના પ્રગતિશીલ ખેડૂત સુરેશભાઈ વસાવાની પસંદગી થઈ હતી,સુરેશ વસાવાને નરેન્દ્ર મોદીના હસ્તે ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે કિસાન સન્માન પત્ર એનાયત કરાયું હતું.અત્રે એ ઉલ્લેખનીય છે કે સુરેશભાઈ વસાવા ગામકુવા ગામે દોઢ એકર જમીનમાં કપાસની ખેતી કરે છે.તેઓની ખેતીની સુજ્બુજને લીધે એક પ્રગતિ શીલ ખેડૂત તરીકે ગોરખપુર ખાતે વડાપ્રધાન દ્વારા સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.આમ તો આ યોજના અંતર્ગત નર્મદા જિલ્લાના 56,097 ખેડૂતોને લાભ મળ્યો છે.
રાજપીપળાના ટાઉન હોલ ખાતે ઉત્તરપ્રદેશ ખાતે યોજાયેલ પીએમ.મોદીના આ કાર્યક્રમનું સીધું લાઈવ પ્રસારણ કરાયું હતું.આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી ઈશ્વર પરમાર, રાષ્ટ્રીય આદિજાતિ આયોગના સભ્ય હર્ષદ વસાવા, જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ,ડીડીઓ જીન્સી વિલિયમ્સ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




