આસપાસના ગામોનો વીજપુરવઠો શરુ થયો પરંતુ અમુક એગ્રિકલચર લાઈનો હજુ પણ બંધ હોવાથી ખેડૂતોને તકલીફ
આગ લાગવાનું અને કેટલું નુકસાન થયું એ કારણ હજુ જાણી નથી શકાયું પરંતુ સર્વે કામગીરી શરુ
રાજપીપળા : શનિવારે સાંજે તિલકવાડા સબ સ્ટેશનમાં અચાનક આગ લાગતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા જેમાં ટ્રાન્ફોર્મરો માં ઓઇલ ના કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું જોકે કલાકોની જેહમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો પરંતુ આગના કારણે નજીકના 60 જેવા ગામોના અંધારપટ છવાયો હતો એ દૂર થઈ ગયો હોવાની માહિતી તિલકવાડા વીજ કંપની દ્વારા જાણાવ મળી છે પરંતુ હજુ રહેણાંક વિસ્તારમાં વીજ પુરવઠો ચાલુ કરાયો છે ત્યારે આગના કારણે બંધ થટેલા કેટલાક એગ્રિકલચર કનેકશનો હજુ બંધ હોવાનું જાણવા મળ્યું હતું જેના કારણે ખેડૂતોને વીજ પુરવઠો ન મળતા ખેડૂતો તકલીફમાં મુકાયા છે ત્યારે આ તકલીફ ક્યારે દૂર થશે એ હાલ જાણી શકાયું નથી .
જોકે આગની ઘટના બાદ દક્ષિણ ગુજરાત વીજ કંપની ના સુરત ના અધિકારીઓ પણ તાત્કાલિક તિલકવાડા ખાતે દોડી આવ્યા હતા અને રવિવારે બીજા દિવસે હજુ સર્વેની કામગીરી ચાલુ હતી આગ કયા કારણોસર લાગી અને કેટલું નુકસાન આ આગમાં થયું એ હજુ જાણી શકાયું નથી છતાં ખુબ મોટી નુક્સાનીનો અંદાજ સેવાઈ રહ્યો છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





