હું નરેન્દ્ર મોદીને ફરી પીએમ બનતા જોવા માંગુ છુંઃ કબીર બેદી

0
181

મુંબઈ,તા.૨૫
લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને પોતાના મતદાનના અધિકારનો વપરાશ કરવા માટે અપીલ કરી છે. દેશના વડાપ્રધાનથી માંડીને અનેક સેલિબ્રિટી મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે. બોલિવૂડના લોકપ્રિય એક્ટર કબીર બેદીએ પીએમને ટેગ કરીને ટ્વિટર પર પોસ્ટ લખી છે કે ભલે હું વ્યક્તિગત રીતે તમારા અનેક મુદ્દાઓ સાથે સંમત નથી પણ તમે દેશના બેસ્ટ પીએમ છો.
કબીર બેદીએ પોતાની ટ્‌વીટમાં લખ્યું છે કે મેં ૨૦૧૪માં તમને સપોર્ટ કર્યો હતો અને હું તમને ફરીથી પીએમ બનતા જોવા માંગુ છું.
નોંધનીય છે કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્ધાન મોદીએ અનેક નેતાઓ, ખેલાડીઓ તેમજ અભિનેતાઓને લોકોને ચૂંટણી માટે પ્રોત્સાહિત કરવાનો આગ્રહ કર્યો હતો. આ પ્રચાર માટે વડાપ્રધાન આમિર ખાન, શાહરૂખ ખાન અને સલમાન ખાનને પણ ટેગ કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY