નર્મદા બંધ અને સ્ટેચ્યુની ફરી સુરક્ષા વધારાઈ : SRP, નર્મદા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ   

0
30

આતંકી હુમલાને પગલે આઈ બીના ઇનપુટ બાદ સુરક્ષા વધારી દેવાઈ હતી હાલ પણ સુરક્ષા જવાનો તૈનાત,પરંતુ એલર્ટ કરી દેવાયા છે. 

રાજપીપળા : જમ્મુ કાશમીરના પુલવામાં આતંકી હુમલા બાદ 12 માં દિવસે ભારત હરકતમાં આવ્યું અને 12 જેટલા મિરાજ લડાકુ વિમાન દ્વારા POK માં જઈ હુમલો કર્યો જેથી આતંકી સંગઠન આવા પ્રવાસન સ્થળોને નિશાન ના બનાવે એ માટે ચેતક કમાન્ડોની ટીમ તૈનાત કરવામાં આવી છે. સાથે નર્મદા બટાલિયન SRP 18 ખડે પગે ચેકીંગ કરી રહ્યા છે અને ગોંડલ SRP પણ તૈનાત કરી અભેદ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.

નર્મદા ડેમ અને સ્ટેટ્યૂ ઓફ યુનિટી મહત્વના પોઇન્ટ હોય નર્મદા પોલીસ અને SRP નર્મદા બટાલીયનનાં 1000 જેટલા પોલીસ જવાનો સુરક્ષા કરી રહ્યા છે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પણ સુરક્ષા સઘન કરાઈ છે. ત્યારે આ સમગ્ર પ્રિમાઇસીસમાં SRP સહિત ખાનગી સિક્યોરીટી પણ એલર્ટ પર છે. ગુજરાત પોલીસના 400 થી વધુ જવાનો SRP ની 9 કંપનીની સુરક્ષા ઉભી કરાઈ છે, જેમાં પણ વધારો કરી ચેતક કમાન્ડો પણ હવે ડેમ અને સ્ટેચ્યુની સુરક્ષા માટે મુકવામાં આવ્યા છે. આમ નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુરક્ષા કવચ વચ્ચે ઘેરાયેલા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY