સુરતમાં ૨૦૦૦ના દરની ૧૨૭ નકલી નોટો સાથે બે ઝડપાયા

0
5

સુરત,તા.૨૮
શહેરનાં ઉધનામાં આવેલ ભાઠા વિસ્તારમાંથી પોલીસે ૨૦૦૦નાં દરની ૧૨૭ નકલી નોટો સાથે બે યુવાનોને ઝડપી પાડ્યાં છે. આ બંન્ને આરોપી ભાવનગરનાં વતની છે તેવી ડુપ્લિકેટ નોટ ભાવનગરથી સુરતમાં વટાવવા આવ્યાં હતાં.
પોલીસને મળેલી બાતમીનાં આધારે પોલીસની એક ટીમે ભાઠેમાં વોચ ગોઠવી રાખી હતી. આ દરમ્યાન પોલીસને ગુંદી કોડિયા ભાવનગર ગામનાં વતની બિપિન ભગા પરમાર અને કિસન ભીખા સોલંકી પર શંકા થતા તેમની તપાસ કરવામાં આવી હતી.
આ દરમ્યાન ૨ હજાર રૂપિયાની ૧૨૭ નોટો મળી આવી હતી. પોલીસે બંને આરોપી પાસેથી પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, બંનેને પૈસાની જરૂરિયાત હોવાંથી ભાવનગરનાં વિપુલ પરમાર પાસેથી બોગસ ચલણી નોટો લીધી હતી. બિપીન અને તેનો ડ્રાઈવર મિત્ર કિશન ઉધના વિસ્તારમાં પહેલી નજરમાં સરળતાથી કોઈ ઓળખી ન શકે તેવી ડુપ્લીકેટ નોટ વટાવી રોકડી કરવા માંગતા હતાં. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે વિપુલ પરમારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે ક્રાઈમ બ્રાંચ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY