નિફ્ટી ૧૭૯ પોઇન્ટના ઉછાળા સાથે ૧૦૮૩૦ના સ્તરે બંધ
મુંબઇ,તા.૩૧
શુક્રવારે રજૂ થનારા વચગાળાના બજેટને લઈને આજે શેરમાર્કેટમાં મોટો ઉછાળો આવ્યો છે. આજનો કારોબાર ખતમ થયો ત્યારે સેન્સેક્સમાં ૬૬૫ પોઈન્ટની તેજી સાથે ૩૬,૨૫૬ના સ્તર પર માર્કેટ બંધ થયુ છે. નિફ્ટીમાં આજે ૧૭૯ પોઈન્ટનો ઉછાળો જાવા મળ્યો છે. આ ઉછાળા સાથે નિફ્ટીએ ૧૦,૮૩૦ના સ્તર પર પહોંચી બંધ થયો છે.
તો નિફ્ટીના ૫૦ શેરોમાં ૪૦ લીલા નીશાન પર ૧૦ લાલ નીશાન પર કારોબાર કરી બંધ થયા છે. ઈન્ડેક્સની વાત કરીએતો નિફટી મિડકેપ ૦.૫૨ ટકાની તેજી સાથે અને સ્મોલકેપ ૦.૫૫ ટકાની તેજી સાથે કારોબાર કરી બંધ થયો હતો. ૧ ફેબ્રુઆરી ૨૦૧૯એ પીયૂષ ગોયલ વચગાળાનું બજેટ રજૂ કરવાના છે.
સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએતો નિફ્ટી ઓટો ૧.૨૩ ટકાની તેજી સાથે નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ ૧.૬૧ ટકાની તેજી સાથે, નિફ્ટી એફએમસીજી ૧.૧૪ ટકાની તેજી સાથે નિફ્ટી આઈટી ૧.૬૦ ટકાની તેજી સાથે નિફ્ટી મેટલ ૧.૧૭ ટકાની તેજી સાથે, નિફ્ટી ફાર્મા ૧.૦૪ ટકાની તેજી સાથે નિફ્ટી રિયાલિટી ૦.૯૧ ટકાની તેજી સાથે કારોબાર કરી બંધ થયો હતો.
બપોરે ૧ કલાક ૫૦ મિનિટ પર સેન્સેક્સમાં ૫૭૬ પોઈન્ટની તેજી સાથે ૩૬,૧૬૭ પોઈન્ટ અને નિફ્ટી ૧૫૬ પોઈન્ટની તેજી સાથે ૧૦,૮૦૮ પર કારોબાર કરી રહ્યો હતો. તો નિફટી ૫૦ શેરામા ૩૮ લીલા નીશાન પર ૧૨ લાલ નીશાન પર કારોબાર કરી રહ્યા હતા.
બેન્કીંગ શેરોમાં આજે ભારે ખરીદારી જાવા મળી હતી. જેના કારણે બેન્ક નિફ્ટી ૧.૭૫ ટકાની તેજી સાથે ૨૭,૨૯૫.૪૫ના સ્તર પર બંધ થયો હતો. મીડિયા શેરોને છોડીને આજે ચારેતરણ ખરીદારી જાવા મળી હતી. નિફ્ટીના આઈટી ઈન્ડેક્સમાં ૧.૬ ઓટો ઈન્ડેક્સમાં ૧.૨ ટકા, એફએમસીજી ઈન્ડેક્સ ૧.૧ ટકા, મેટલ ઈન્ડેક્સ ૧.૨ ટકા, ફાર્મા ઈન્ડેક્સ ૧.૦૪ ટકા અને રિયલ્ટી ઈન્ડેક્સ ૧ ટકાના વધારા સાથે બંધ થયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




