નર્મદા જિલ્લાના હજરપરા ગામે પાટીદારો દ્વારા હાર્દિક પટેલ ના સમર્થન માં ઉપવાસ અને રામધૂન નું આયોજન કરવામાં આવ્યું.

0
8

સરકાર ને જગાડવા પાટીદાર બહેનોએ થાળી વેલણ નો સહારો લીધો હતો.

રાજપીપળા : હાર્દિક પટેલ છેલ્લા બાર દિવસ થી અનામત અને ખેડૂતો ના દેવા માફીની માંગ લઇ આમરણાંત ઉપવાસ ઉપર બેઠેલો છે ત્યા્યારે ગુજરાતભરમાંથી વિવિધ પાાટીદાર સંંસ્થાઓ નું તેને સમર્થન મળી રહયું છે , ત્યારે આજે નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના હજરપરા ગામ માં પાટીદારો દ્વારા ભેગા મળી એક દિવસ ના ઉપવાસ અને રામધૂન કરી હાર્દિક પટેલ ને પોતાનું સમર્થન આપ્યું હતું

આજના કાર્યક્રમ માં આસપાસના ગામના પાટીદારો મોટીસંખ્યામાં જોડાયા હતા તેમજ પાટીદાર બહેનો પણ હાર્દિક ના સમર્થન માં રામધૂન કરતા જોવા મળી હતી. ઉપરાંત હાર્દિક ના ઉપવાસ ને બાર દિવસ થયાં છતાંય સરકાર દ્વારા કોઈ પ્રતિભાવ ન મળતાં સરકાર ને જગાડવા પાટીદાર બહેનોએ થાળી વેલણ નો સહારો લીધો હતો.

પાટીદાર અગ્રણીઓ એ જણાવ્યું હતું કે પાટીદાર સમાજની જે માંગણી છે તે મુદ્દે સરકાર જાગૃત થાય અને હકારાત્મક વલણ અપનાવે અને પાટીદાર યુવાન અલ્પેશ કથારીયા ને ખોટા રાજદ્રોહ કેસ માં જેલ માં પુરેલો છે તેને જલ્દી થી છોડે , ઉપરાંત પાટીદાર અગ્રણી પ્રફુલભાઈ પટેલે સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે સરકાર સંવેદના વિહીન છે અને સૌરભભાઈ પટેલ સરકાર માં બેઠેલા છે અને પાટીદાર જ્ઞાતિના આગેવાન છે તેમ છતાં તેમનું નિવેદન આખી વાત ને બીજા માર્ગે દોરતું છે, માટે સરકાર વહેલીતકે પાટીદાર આગેવાનો સાથે વાટાઘાટ કરે તેમ પણ તેમણે જણાવ્યું હતું

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY