ખેડૂતો ના દેવા ની માફી તેમજ પાક ના પોષણક્ષમ ભાવની માંગણી સાથે નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદન

0
52

સરકાર વિરોધ વ્યક્ત કરનાર સામે પ્રતિબંધક કાનૂની જોગવાઈ નો બેફામ ઉપયોગ કરતી હોવાનો પણ આવેદન માં આક્ષેપ

રાજપીપળા : સમગ્ર રાજ્ય માં આજરોજ કોંગ્રેસ દ્વારા ખેડૂતો ના પડતર પ્રશ્નો ના નિવારણ માટે જિલ્લા થી લઇ તાલુકા કક્ષાઓ ઉપર આવેદન ના પ્રોગ્રામ અપાયા છે ત્યારે નર્મદા જિલ્લા કોંંગ્રેસ સમિતિ દ્વાારા આજરોજ નાંદોદ ધારાસભ્ય પી.ડી. વસાવા ની આગેવાની માં નાંદોદ તાલુકા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્ર માં ભાજપ સરકાર ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા ખેડૂત વિરોધી અને પ્રજા વિરોધી સરમુખત્યારશાહી વલણ ના કારણે રાજ્ય ના ખેડૂત અને પ્રજા ત્રસ્ત છે, ખેડૂત પાકવીમા, વીજળી, ખેતપેદાશ ના અપૂરતા ભાવ સહિત ની સમસ્યાઓથી ઘેરાયેલો છે, માટે એવી માંગ કરી હતી કે સરકાર ખેડૂતોના દેવા માફી નો ત્વરિત નિર્ણય લે, અને ખેડૂતો ને પાક ના પોષણક્ષમ ભાવ આપે, સમયસર પૂરતી વીજળી આપે સાથે એવો આક્ષેપ કર્યો હતો કે રાજ્યસરકારે પ્રજા વિરોધી નિર્ણય લઈ પ્રજા ની મૂળ સ્વતંત્રતા ઉપર કાપ મુક્યો છે, અને સરકાર સામે વિરોધ કરનાર સામે પ્રતિબંધક કાનૂની જોગવાઈઓ નો સરકાર બેફામ ઉપયોગ કરી રહી છે જેથી પ્રજામાં ભય અને દહેશત નો માહોલ પેદા થયો છે.

આ કાર્યક્રમ માં નાંદોદ ના ધારાસભ્ય પી.ડી. વસાવા, નર્મદા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ હરેન્દ્ર ભાઈ વાળંદ, બળવંતસિંહ ગોહિલ, નગર પાલિકાના વિરોધપક્ષ ના નેતા મુનતજીર પઠાણ, ભરત વસાવા દર્શના બેન તડવી, રાજેશભાઇ તડવી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા .

ચીફ રિપોર્ટર, નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY