નવી દિલ્હી ખાતે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદા જિલ્લાને રાષ્ટ્રીય જળ પુરસ્કાર-૨૦૧૮ એનાયત

પૂર્વ કલેક્ટર આર.એસ. નિનામાના જળ સંશાધન પ્રોજેક્ટ હેઠળ નવા ૩૯ તળાવોનાં નિર્માણ થકી ૪૦ કરોડ લીટર વરસાદી પાણીની સંગ્રહ ક્ષમતામાં કરાયેલો વધારો
રાજપીપળા : કેન્દ્રીય જળ સંશાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય દ્વારા એસ્પીરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદા જિલ્લો રાષ્ટ્રીય જળ પુરસ્કાર-૨૦૧૮ માટે તૃતિય સ્થાને પસંદગી પામતા તાજેતરમાં નવી દિલ્હી ખાતે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી, અર્જુનરામ મેઘવાલ અને કેન્દ્રિય સચિવ યુ.પી. સિંઘની ઉપસ્થિતિમાં એવોર્ડ વિતરણના યોજાયેલા સમારોહમાં આર.એસ.નિનામા વતી નર્મદા જિલ્લાના નાયબ કલેક્ટર જનમ ઠાકોરને આ એવોર્ડ અને પ્રશસ્તિપત્ર એનાયત કરી બહુમાન કરાયું હતું. આ એવોર્ડ પ્રાપ્તિથી “ટીમ નર્મદા” નું ગૌરવ વધ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના પૂર્વ કલેક્ટર અને હાલમાં તાપી (વ્યારા) જિલ્લા કલેક્ટર તરીો પદભાર સંભાળી રહેલા આર.એસ. નિનામાએ નર્મદા જિલ્લામાં તેમની સેવાકાળ દરમિયાન સિંચાઇથી વંચિત જિલ્લામાં ખૂબ જ ઉંચાઇ પર આવેલા ડુંગરાળ વિસ્તાર માલ-સામોટ તથા દેડીયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં ૨૦૧૭-૧૮ ના વર્ષમાં જળ સંશાધન પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. જેમાં નવા તળાવની કામગીરી માટે સર્વે હાથ ધરીને ૫૦ જેટલા તળાવોનાં નિર્માણનો લક્ષ નક્કી કરાયો હતો.પૂર્વ કલેક્ટર આર.એસ. નિનામા દ્વારા બાયસેગની મદદથી ઇન્ફર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મહત્તમ જળસંગ્રહ થઇ શકે તેવા લોકેશન નક્કી કરીને નાંદોદ તાલુકાનાં ડુંગરાળ વિસ્તાર, ગરૂડેશ્વર તાલુકાનાં પૂર્વ વિસ્તાર, દેડીયાપાડાનો માલ-સામોટ તરફનો વિસ્તાર વગેરેમાં સરકારી ફંડ અને લોકભાગીદારીથી ૩૯ તળાવોનું નિર્માણ કરીને ૪૦ કરોડ લીટર વરસાદી પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો થવાને લીધે જિલ્લામાં અનેક બોર, કુવા અને હેન્ડપંપ રિચાર્જ થવા પામ્યાં છે.નર્મદા જિલ્લામાં સુજલામ સુફલામ્ જળ અભિયાન- ૨૦૧૮ અંતર્ગત હાથ ધરાયેલા જળસંગ્રહ અને જળ સંચયનાં કુલ- ૩૮૬ જેટલાં કામો માત્ર એક માસમાં જ પૂર્ણ કરવામાં આવ્યાં હતાં, જેમાં GNFC, TCGL તથા GGRC જેવી ગુજરાત સરકારની સંસ્થાઓનો પણ નાણાંકીય સહયોગ સાંપડ્યો હતો.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




