મુંબઈ,તા.૨૭
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના ટોપ-૧૦ અમીરોની યાદીમાં સામેલ થયા છે. તેમની નેટવર્થ ૫૪ અબજ ડોલર(લગભગ ૩.૮૪ લાખ કરોડ રૂપિયા) છે. બીજા તરફ તેમના ભાઈ અનિલ અંબાણીને નેટવર્થમાં ૬૫ ટકા નુકસાન થયું છે. આ કારણે તે હાલ દેવાળિયા થવાની સ્થિતિની નજીક છે. રિસર્ચ ફર્મ ફુરને ૨૦૧૯ના ગ્લોબલ રિચનું લિસ્ટ બહાર પાડ્યું છે.
હુરન ગ્લોબલ રિચ લિસ્ટના જણાવ્યા પ્રમાણે ફાઉન્ડર અને સીઈઓ જેફ બેજાસ સતત બીજા વર્ષે પ્રથમ નંબર પર રહ્યાં છે. જયારે અંબાણી ગૂગલના સર્જેઈ બ્રિનની સાથે સંયુક્ત રીતે આઠમાં સ્થાન પર છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ ગત મહીને ૮ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ હતી. રિલાયન્સમાં મુકેશ અંબાણીનો હિસ્સો લગભગ ૫૨ ટકા છે. તેમના ભાઈ અનિલ અંબાણીની નેટવર્થ હાલ ૧.૯ અબજ ડોલર(લગભગ ૧૩ હજાર કરોડ રૂપિયા) છે.
લિસ્ટમાં સામેલ અન્ય ભારતીય અમીરોમાં હિંગુજા ગ્રુપના ચેરમેન એસપી હિંદુજા ૨૧ અબજ ડોલર(૧.૫ લાખ કરોડ રૂપિયા) નેટવર્થની સાથે બીજા અને વિપ્રોના ચેરમેન અજીજ પ્રેમજી ૧૭ અબજ ડોલર (૧.૨ લાખ કરોડ રૂપિયા) નેટવર્થની સાથે ત્રીજા નંબર પર છે.
ગત વર્ષે લિસ્ટમાં જગ્યા બનાવનાર ૪૩૦ અબજપતિઓ આ વર્ષે લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે. તેમાં ભારતના ૫૨ અને ચીનના ૨૧૩ ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. ૨૦૧ નવા ચહેરાઓને આ વખતે લિસ્ટમાં સ્થાન મળ્યું છે. ચીનમાંથી ૫૨, અમેરિકામાંથી ૩૯ અને ભારતમાંથી ૨૩ ઉદ્યોગપતિઓને પ્રથમ વાર લિસ્ટમાં સ્થાન મળ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





