ન્યુ દિલ્હી,તા.૧૭
દેશમાં લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળવાના કોઇ જ સંકેતો દેખાઇ રહ્યાં નથી. સોમવારના રોજ પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાની સ્થિતિ યથાવત રહી છે. આજે દેશની રાજધાની દિલ્હીમાં સોમવારના રોજ પેટ્રોલના ભાવ ૧૫ પૈસા પ્રતિ લીટર વધીને ૮૨.૦૬ રૂપિયા અને ડીઝલના ભાવ ૬ પૈસા પ્રતિ લીટરના ઉછાળાની સાથે ૭૩.૭૮ રૂપિયા થઇ ગયો છે.
જ્યારે મુંબઇની વાત કરીએ તો અહીં આજે પેટ્રોલના ભાવ ૧૫ પૈસા પ્રતિ લીટર વધી ૮૯.૪૪ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવ ૭ પૈસા પ્રતિ લિટરના વધારા સાથે ૭૮.૩૩ રૂપિયા થઇ ગયો છે.
આપને જણાવી દઇએ કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાની વિરુદ્ધ પાછલા દિવસોમાં ‘ભારત બંધ’ દ્વારા કાંગ્રેસ સહિત કેટલાંક વિપક્ષી દળોએ દેશભરમાં પ્રદર્શન કર્યું હતું. આ બધાની વચ્ચે સરકાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઉછાળા સહિત અન્ય કારણોને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા માટે જવાબદાર ગણાવી રહ્યું છે.
દેશના મુખ્ય શહેરોમાં આજનો ભાવ
દિલ્હીમાં પેટ્રોલ ૮૧.૯૧, ડીઝલ ૭૩.૭૨ પ્રતિ લીટર
કોલકાતામાં પેટ્રોલ ૮૩.૭૬, ડીઝલ ૭૫.૫૭ પ્રતિ લીટર
મુબઈમાં પેટ્રોલ ૮૯.૨૯, ડીઝલ ૭૮.૨૬ પ્રતિ લીટર
ચેન્નઈમાં પેટ્રોલ ૮૫.૧૫, ડીઝલ ૭૭.૯૪ પ્રતિ લીટર
બેંગલોરમાં પેટ્રોલ ૮૪.૫૯, ડીઝલ ૭૬.૧૦ પ્રતિ લીટર
પટનામાં પેટ્રોલ ૮૮.૨૮, ડીઝલ ૭૯.૫૬ પ્રતિ લીટર
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



