રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામની ચોકડી પર ગઈકાલે અગાઉના કોર્ટમાં કેશનું સમાધાન કરવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ દાખલ થવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સેલંબાના મુખ્ય બજારમાં રહેતા ફરિયાદ આપનાર પંકજ ભીખાભાઇ આહીરે આપેલી ફરિયાદ મુજબ તેમને 2017 ના વર્ષનો ગામના બે વ્યક્તિઓ વિરુદ્ધ સ્પેશીયલ એટ્રોસીટીનો કેસ કોર્ટમા ચાલતો હતો અને ત્યારે એ કેશમાં સમાધાન માટે પંકજનો નાનો ભાઇ શ્યામ ભીખાભાઇ આહીરેને સેલંબા ચોકડી ઉપરથી પસાર થતા સોહીલ ફિરોજ પઠાણ અને ટીશા મુસ્તાક પઠાણ એ શ્યામને અટકાવી મા બેન સમાણી ગાળો બોલી કહેલ કે કે તેરી માકા ચમાર મારૂ બોત ફટ ગયે હો સમાધાન કરલો વરના જાનસે માર ડાલેંગે તથા આજ તેરેકુ જીંદા છોડ દેતે હે ફીર કભી તુ કે તેરા ભાઇ પંકજ અકેલા હમારી ઓર દેખા દીયા તો તુમકો કાટ ડાલેંગ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપતા પંકજ ની ફરિયાદ ના આધારે સાગબારા પોલીસે ધમકી આપનાર બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




