જનહિતની અરજી પર સુપ્રીમે કેન્દ્ર પાસે ૬ સપ્તાહમાં જવાબ માંગ્યો

0
24

ન્યુ દિલ્હી,તા.૧૫
૧૦ મુખ્ય સુરક્ષા અને ગુપ્ત એજન્સીઓએ પર્સનલ કોમ્પ્યુટરની તપાસનો હક આપવાનાં મુદ્દે સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. વકીલ મનોહરલાલ શર્માએ અરજી કરી હતી. આ અંગે કોર્ટે કેન્દ્ર સરકાર પાસે ૬ સપ્તાહમાં જવાબ માગ્યો છે.
ગૃહમંત્રાલયે ૨૦ ડિસેમ્બર, ૨૦૧૮એ નોટિફિકેશન બહાર પાડી સીબીઆઈ, આઈબી, અને ઈડી જેવી ૧૦ એજન્સીઓને કોમ્પ્યુટરની તપાસનો અધિકાર આપ્યો હતો. આ અધિકારમાં મુખ્ય એજન્સીઓ કોઈ પણ વ્યÂક્તનાં કોમ્પયુટરમાં રહેલી તમામ માહિતી અને પ્રવૃતિ જાઈ શકશે. આ અધિકાર આઈટી એક્ટની કલમ-૬૯ હેઠળ આપવામાં આવ્યો છે. આ નોટિફિકેશનને અરજદાર મનોહરલાલ શર્માએ ગેરકાયદે ગણાવતા જનહિતની અરજી કરી છે.
કોંગ્રેસે કહ્યુ કે, હવેની વખત મોદી સરકારે ગોપનિયતા પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને કહ્યુ કે, દેશને એક પોલીસ રાજ્યમાં બદલવામાં આવી રહ્યુ છે. જા કે આ સમસ્યાનું સમાધાન નથી. જેના જવાબરૂપે સરકારે જવાબ આપ્યો કે, કોમ્પ્યુટર ડેટાની તપાસનો નિયમ યુપીએ સરકારનાં શાસનકાળમાં બન્યો હતો.
જા કેન્દ્ર સરકારને લાગે છે કે દેશની સુરક્ષા, અખંડતા, અન્ય દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બનાવી રાખવા કે ગુનાઓને રોકવા માટે કોઈ ડેટાની તપાસની જરૂરત છે તો તે સંબંધિત એજન્સીઓને આ અંગેનો આદેશ આપી શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY