રાજપીપળા સિવિલમાં વધુ એક તકલીફમાં દર્દીઓ હેરાન…જુવો આ અહેવાલ

0
55

દાંત વિભાગમાં ફક્ત દાઢ પાડવા સિવાય કોઈ કામ ન થતા હોવાની ફરિયાદ , શું કરે છે અધિકારીઓ એ સમજાતું નથી 

અમુક વિભાગમાં ઓપરેશન સમયે લોહીના અમુક ટેસ્ટ બહારથી કરાવાય છે જેમાં દર્દીઓને વધુ ખર્ચ વેઠવો પડે છેની વાત

રાજપીપળા : રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં આંખના ઓપરેશનો બાદ હવે દન્ત વિભાગની તકલીફ પણ સામે આવી છે જેમાં દાંત વિભાગમાં ફક્ત દાઢ પાડવા સિવાય અન્ય કોઈ કામ થા નથી ત્યારે જાણવા મળ્યા મુજબ સાધનોના અભાવે કે અન્ય કોઈ કારણોસર આ હોસ્પિટલ માં દાંત ના બે સર્જન ડોક્ટરો  હોવા છતાં દાઢ પાડવા સિવાય કોઈજ કામ કરી શકતા નથી ત્યારે  સવાલ એ થાય છે કે શું આ હોસ્પિટલના અધિકારીઓ ઓપરેશન કે અન્ય મોટી તકલીફ બાબતે સરકારી હોસ્પિટલમાં મફત સારવાર ના બદલે દર્દીઓને ખાનગીમાં મોકલવા કોઈ વ્યવસ્થા કરતા નહીં હોય…? કે પછી અન્ય કોઈ ફાયદો થતો હશે.

જોકે સૂત્રોના જણાવ્યા મુજબ આ હોસ્પિટલમાં અમુક વિભાગમાં લેબોરેટરી ટેસ્ટ પણ બહારથી ખાનગીમાં કરાવી લાવવાની દર્દીઓને ફરજ પાડવામાં આવે છે સાથે સાથે અમુક ઓપ્રેસનો માં બહારથી મોંઘી દવાઓ પણ મંગાવી એમનો અંગત ફાયદો કરતા કેટલોક સ્ટાફ બીમાર ગરીબ દ્દીઓના ખિસ્સા ખાલી કરવામાં નિપુણતા ધરાવે છે ત્યારે જિલ્લાની આ વડી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ લૂંટાઈ રહ્યા હોવાની પણ હાલમાં બૂમ ઉઠી હોય અધિકારીઓ ચુપચાપ તમાસો જુવે છે શું એમનો પણ આમ કોઈ અંગત ફાયદો હશે…?

વધુમાં સુત્રો દ્વારા એ પણ જાણવા મળ્યું કે મોતિયાના ઓપ્રેસનો માટે સરકારી ગાઈડલાઈન પ્રમાણે અમુક ચોક્કસ લક્ષયાંક આપેલો છે જેમાં દર મહિને અંદાજે ઓપરેશનનો લક્ષયાંક છે પરંતુ સિવિલમાં ઓપરેશન ન થતા હોય દર્દીઓ તકલીફ વેઠી રહ્યા છે ત્યારે એનજીઓ અને સરકારી દવાખાના મળી દર મહિને 600 જેવા મોતિયાના ઓપરેશનો ની એવરેજ હોય છે પરંતુ અંધેર નગરી જેવો આ હોસ્પિટલ નો ઘાટ હોય દર્દીઓ બહાર લૂંટાઈ રહ્યા છે.ત્યારે સરકારી હોસ્પિટલના ગરીબ દર્દીઓને પોતાના અંગત ફાયદા માટે અન્ય જગ્યા એ જવા મજબુર કરતા તત્વો સામે કોણ પગલાં લેશે.

દન્ત વિભાગ શોભાના ગાંઠિયા સમાન લાગે છે : પ્રણવ મકવાણા 

રાજપીપળા ના એક જાગૃત નાગરિક પ્રણવ મકવાણા ના જણાવ્યા મુજબ આ હોસ્પિટલમાં દન્ત વિભાગમાં ફક્ત દાઢ પાડવા સિવાય અન્ય કોઈ કામ થતા નથી રૂટ કેનાલ કેપ બેસાડવી જેવા નાના કામો પણ આ જગ્યાએ ન થતા હોય ત્યારે જિલ્લાની આ વડી હોસ્પિટલ નો શું મતલબ

ચીફ રિપોર્ટર, નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY