સમગ્ર શિક્ષા અભિયાન કર્મચારી સંઘ નર્મદાના હોદ્દેદારોમાં જિલ્લા પ્રમુખ તરીકે હેમંત બારોટની નિમણુંક 

0
65

આ કર્મચારી સંઘની માંગણીઓ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન આપવાના કાર્યક્રમ પૂર્વે નર્મદા ભરૂચ સહિતના જિલ્લાઓમાં સંઘના હોદ્દેદારોની નિમણુંક થઈ 

રાજપીપળા : સમગ્ર શિક્ષા અભિયાન કરાર આધારિત કર્મચારી સંઘ નર્મદાની સ્થાપના થતા હોદ્દેદારોની વરણી કરવામાં આવી જેમાં સરકાર સામે પોતાની માંગોની રજુઆત કરવા તેમજ મળવાપાત્ર લાભો મેળવવા આગામી દિવસોમાં આવેદનો આપવાના હોય આજરોજ નર્મદા જિલ્લા ખાતે આ સંઘના નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે હેમંત બારોટ ,તાલુકા પ્રમુખ તરીકે વાસુદેવ રાઠવા ,તાલુકા મંત્રી તરીકે સ્મિતાબેન વસાવાની નિમણુંક કરવામાં આવી છે ત્યારે સમગ્ર શિક્ષા અભિયાન કરાર આધારિત કર્મચારી સંઘ નર્મદા હવે તેમની માંગણીઓમાં સમાન કામ સમાન વેતન , જોબ સિક્યુરિટી , સરકાર તરફથી મળવા પાત્ર તમામ લાભો સહિતની માંગ સાથે જેતે જિલ્લાના કલેક્ટર ને આવેદન આપશે જેના માટે તમામ તૈયારી કરવામાં આવી હોવાનું જિલ્લા પ્રમુખ હેમંત બારોટે જણાવ્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY