ઓપિસ્તોલ અને કાર્ટીઝ સહિત કારમાંથી પાંચ ઝડપાયા

0
237

આરોપીઓએ હથિયાર રાજસ્થાનથી ખરીધ્યું હતું
સુરત, તા.૩૧
પલસાણા ચાર રસ્તા જે ડી. ઈન્ટરનેશનલ સ્કૂલ પાસેથી પસાર થતા પાંચ આરોપીઓ પાસેથી પોલીસે વગર પાસ પરવાનાની ઓટોમેટિક પિસ્તોલ કાર્ટીઝ તથા સ્કોડા રેપીડ કાર મળી કુલ્લે ૬.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કરી ધરપકડ કરી હોવાનો બનાવ પલસાણા પોલીસ મથકે નોંધાયો હતો. આરોપીઓએ વેપન (હથિયાર) ચિત્તોગઢ-રાજસ્થાનથી ખરીધ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આજથી એકાદ-બે દિવસ પહેલાં રાજસ્થાન-ચિત્તોગઢના વતની શિવરાજ નરેન્દ્રસિંહ ચારણ, વિરેન્દ્ર સિંહ કેશરસિંહ રાજપુર, કુલદિપસિંહ ભાટી, નરેન્દ્રસિંહ રાજપૂત તથા રાહુલ ભાંભી વિગેરેઓ રૂ. ૬ લાખની કિંમતની કાર લઈને પલસાણા ચાર રસ્તા પરથી થતા હતા ત્યારે પલસાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા સંજયભાઈ ગાંડાભાઈએ તેમની કાર રોકીને ઝડતી લેતા કારમાંથી વગર પાસ પરમીટની ૧૦ હજાર રૂ.ની કિંમતની અોટોમેટિક પિસ્તોલ રોકડા રૂ. ૧૨ હજાર, ૬ નંગ મોબાઈલ ફોન મળી કુલ્લે ૬.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કરી ધરપકડ કરી હતી. આરોપીઓએ હથિયાર ચિત્તોડગઢના જયદીપસિંગ રાજપૂત પાસેïથી ખરીધ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ આર્મ્સ એકટનો ગુનો નોંધ્યો હતો.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY