દારૂ પીધેલી હાલતમાં યુવાને મહિલાને ઢોર માર માર્યો, વીડિયો વાયરલ

0
8

હાલોલ,તા.૫
હાલોલ જીઆઇડીસી સ્થિત કંપનીમાં દારૂ પીધેલી હાલતમાં એક યુવાન દ્વારા મહિલાને ઢોર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં મહિલા ફોટા પાડીને પોલીસને આપવાની વાત કરતા યુવાન વધારે ગુસ્સે થઇ જાય છે અને મહિલાના વાળ ખેંચીને તેને માર મારીને અત્યાચાર ગુજારે છે.
વાયરલ વીડિયોમાં સંભળાયેલી વાતચીતમાં યુવાન દારૂ પીધેલો હોવાનું જણાય છે. આ સમયે ત્યાં હાજર લોકો મહિલાને યુવકના અત્યાચારથી બચાવે છે. અને લોકો યુવાનને પોલીસને સોંપવાની વાત કરતા પણ સંભાળાય છે. જોકે હજુ સુધી આ વીડિયોને લઇને પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
કંપનીમાં હાજર એક વ્યક્તિએ યુવક દ્વારા મહિલાને માર મારવાની ઘટના મોબાઇલમાં કેદ કરી લીધી હતી. આ સમયે દારૂના નશામાં ચૂર યુવાન મહિલા સાથે પોઝ આપતો પણ દેખાય છે. જાકે આ મહિલા અને યુવાન કોણ છે તે હજુ સુધી જાણી શકાયુ નથી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY