વિવિધ પડતર પ્રશ્ને સમગ્ર શિક્ષા અભિયાન ના કર્મચારીઓએ નર્મદા જિલ્લા કલેક્ટર અને ધારાસભ્યને આપ્યું આવેદન

0
164

રાજપીપળા : નર્મદા જિલ્લાના સમગ્ર શિક્ષા અભિયાનના કર્મચારીઓએ શુક્રવારે નર્મદા જિલ્લા કલેક્ટર અને નાંદોદ ધારાસભ્ય પી ડી વસાવાને આવેદનપત્ર આપી તેમના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. 

આવેદન આપતા સમગ્ર શિક્ષા અભિયાન કર્મચારી મંડળ – નર્મદાના પ્રમુખ હેમંત બારોટ અને મંત્રી હિતેન્દ્ર રાઠોડ સહિતના સભ્યોએ જણાવ્યું કે આ યોજના સરકારી હોવાના કારણે આ યોજનામાં ચાવીરૂપ કામગીરીનું સંચાલન કરાર દ્વારા નિમણૂક પામેલા કર્મચારીઓને વર્ષ 2001થી સમાન કામ સમાન વેતન, જોબ સિક્યુરિટી કે સરકાર તરફથી મળવાપાત્ર તમામ લાભો મળતા નથી ઉપરાંત અન્ય કર્મચારીઓના પગાર કરતા ગુજરાત રાજયમાં આ શાખાના કર્મચારીઓનો પગાર ખૂબ જ ઓછો છે ઉપરાંત કેટલાક રાજ્યોમાં આ કર્મચારીઓને કાયમી નિમણૂક આપવામાં આવી છે. જે હજુ ગુજરાતમાં અપાઈ નથી માટે આ રજુઆત ઉપર સુધી પોહચાડી યોગ્ય ન્યાય અપાવવા રજુઆત કરવામાં આવી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY