રાજપીપળા શહેરના શૌચાલયો મોદીના સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાડે તેવા ,સ્થાનિક લોકો તોબા પોકારી ઉઠ્યા
થોડા દિવસ પહેલાજ ચીફ ઓફિસરે જાત વિઝિટ કરી એજન્સી સામાજિક સેવા સંસ્થાને કડક શબ્દોમાં સૂચના આપી હોવા છતાં દુર્ગંધ અને ગંદકી ત્યાંની ત્યાંજ છે.
જેલ પાસેના શૌચાલયના ગંદકીના કારણે લોકો બહાર પેસાબ કરતા હોય આસપાસમાં દુકાન ચલાવતી મહિલાઓ પણ નજર ફેરવી લેવા મજબુર
રાજપીપળા : રાજપીપળા શહેરમાં આવેલા શૌચાલયો પર ગંદકીી ફરિયાદ વારંવાર ઉઠી છે ત્યારે થોડા દિવસ ઉપરજ ચીફ ઓફિસર અમિત પંડ્યા એ સ્થળ ઉપર રૂબરૂ વિઝિટ કરી અમદાવાદ ની માં સામાજિક સેવા સંસ્થા નામની એજન્સી ના કમચારીઓે સફાઈ બાબતે કડક સૂચના આપી હતી પરંતુ આ બાબતે એજન્સી દ્વારા કોઈ ખાસ કામગીરી થઈ નથી એમ હજુ ત્યાં ગંદકી દુર્ગંધ ની તકલીફ યથાવત છે સાથે શૌચાલય ની અંદર ગંદકીના કારણે લોકો બહાર ઉભા રહી પેસાબ કરતા હોય આસપાસ ની દુકાનોમાં બેસતી મહિલાઓ પણ શરમ સંકોચ અનુભવી નજર ફેરવવા મજબુર થઈ રહી છે જેથી પાલિકા તંત્ર દ્વારા આ એજન્સી ને હટાવી અન્ય કોઈ વ્યવસ્થા ઉભી કરાય અને ત્યાં નિયમિત સફાઈ થાય એવી સ્થાનિકોની માંગ છે .
બૉક્ષ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલાઓ માટે શરમજનક બાબત છતાં કોઈ સુધારો નથી : હીરાબેન ગાંધી
સ્થાનિક દુકાનદાર અને ત્યાંજ રહેતા સતીશ પ્રોવિઝન સ્ટોર ના હીરાબેન ગાંધી એ ગુસ્સા સાથે જણાવ્યું કે આ શૌચાલય ની ગંદકી અને દુર્ગંધ વેઠવા ઉપરાંત લોકો શૌચાલયની બહાર ઉભા રહી પેસાબ કરે ત્યારે અમારે પણ શરમાવવું પડે એવી સ્તિથી થાય છે આ બાબતે વારંવાર કહેવા છતાં કઈ થતું નથી અને ખાળકૂવો દર ચાર પાંચ દિવસે ભરાઈ જતા અતિશય દુર્ગંધ મારે છે ત્યારે અમારા સ્વાસ્થ્ય બાબતે કેમ પગલાં લેવાતા નથી…? આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પણ મારા જેવી મહિલાઓએ આવી સ્તિથી જોવી પડે એ ખુબ શરમજનક બાબત કહેવાય શું આ છે મોદી સાહૅબનું સ્વછતા અભિયાન
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




