ઉધના અને રાંદેરમાં જુગાર રમતા ૨૨ જુગારીઓ પકડાયા

0
10

કન્ટ્રોલ રૂમ પોલીસે ઉધનામાં જુગાર પકડી પાડ્યો
સુરત, તા.૮
પોલીસ કન્ટ્રોલ રૂમની પોલીસ ટીમે ઉધનામાં અને રાંદેર પોલીસે જુગારના અડ્ડા પર ત્રાટકી રૂ.૧.૬૨ લાખની મતા સાથે ૨૨ જુગારીની ધરપકડ કરી હતી.
પોલીસ કન્ટ્રોલ રૂમને મળેલી બાતમીના આધારે ઉધના સોનલ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં જુગાર રમતા અરવિંદ ગોડસે, કિરણ આહિરે, રાહુલ પ્રકાશ, જગદીશ સંતોષ સની મોહિતે, પ્રશાંત રાજપુત, રાહુલ પાટીલ, ઉમેશ તાપડે, જ્ઞાનેશ્વર માળી, ધર્મેશ પાટીલ, રાહુલ ભાવરાવની ધરપકડ કરી નવ મોબાઈલ ફોન અને રોકડા મળી કુલ રૂ.૪૮,૩૯૦ કબજે કર્યા હતા.
જ્યારે રાંદેર પોલીસે કબુતરખાના હાજી પેલેસ ફ્લેટ નં.૨૦૩માં જુગાર રમતા મોહંમદ સરફરાજ મિસ્ïત્રી, મો.ઉમર ગુલામ મિસ્ïત્રી, નિઝામુદ્દીન શેખ, મહંમદ અનીસ, મોમુદ્દીન સૈયદ, મોહમદ અલ્તાફ, ઈમરાન મલીક, મોહંમદ અસલમ, મો.ઈસ્માઈલ હામીદ, ગુલામ હુસેન શેખની ધરપકડ કરી આરોપી મુસ્તાક ઉર્ફે કાલુ ગુલામ સબીર ટીનવાલા મોહમદ સાદિક ગુલામને વોન્ટેડ જાહેર કર્યો હતો. રાંદેર પોલીસે સ્થળ ઉપરથી બે મોપેડ, છ મોબાઈલ ફોન રોકડા મળી કુલ રૂ.૧,૧૪,૪૯૫ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY