આપણા દેશમાં ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી સર્વશ્રેષ્ઠ છે. આપણા દેશમાં ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી સર્વશ્રેષ્ઠ છે.-મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા

0
36

મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના આંબાપાડા ગામની મુલાકાત અતિવૃષ્ટિથી થયેલ નુકશાાનનો તાગ મેળવ્યો

મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ આહવા ખાતે અધિકારીઓ સાથે રાહત બચાવ કામગીરીની  સમીક્ષા બેઠક યોજી

((ડાંગમાહિતી બ્યુરો): આહવા તા.૧૮ જુલાઇઃ-  મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ ડાંગ જિલ્લાની ભારે વરસાદથી અસરગ્રસ્ત એવા વઘઇ તાલુકાના આંબાપાડા ગામની મુલાકાત લઇ  જિલ્લા કલેકટર કચેરી આહવા  ખાતે રાહત-બચાવ કામગીરી અંગે રીવ્યુ બેઠક યોજી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

          મંત્રીશ્રી ગણપતસિંહ  વસાવાએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી સર્વશ્રેષ્ઠ છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સંવેદનશીલ નિર્ણય લઇને બુધવારની કેબીનેટ બેઠક તથા તા. ૨૦મી જુલાઇના રોજ વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ રદ કરેલ છે.

          મંત્રીશ્રી જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓને વધુ અસરગ્રસ્ત ગામોની તાત્કાલીક મુલાકાત લેવા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને કોઇપણ પ્રકારની હાલાકી ના રહે તેની તકેદારી લેવા સ્પષ્ટ સુચનાઓ આપી હતી.

          મંત્રીશ્રીએ ડાંગ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ જરૂરી આરોગ્ય સેવાઓ, વિજ પુરવઠો અને પીવાના પાણીનો પૂરવઠો અવિરત મળતો રહે તેમજ પાણીજન્ય કે કોઇપણ પ્રકારનો રોગચાળો ન ફેલાય તે માટે મંત્રીશ્રી વસાવાએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપી તાત્કાલિક તમામ પગલાઓ લેવા જણાવ્યું હતું.

          લોકોને થયેલ તમામ પ્રકારની નુકશાની અંગે સર્વે હાથ ધરી જરૂરી તમામ સહાય કરવામાં આવશે. તેમ મંત્રીશ્રીએ ઉમેરી જણાવ્યું કે, આ તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તેની ખાસ તાકીદ કરી હતી.

          મંત્રીશ્રીને ડાંગ જિલ્લા કલેકટરશ્રી બી.કે.કુમારે બેઠકમાં રાહત બચાવ કામગીરીની વિગતો આપતા જણાવ્યુ હતુ કે, જિલ્લામા  ભારે વરસાદથી પ્રભાવિત વઘઇ તાલુકામાં પ્રથમ વરસાદમાં જ ૮૦ ઇંચ જેટલો વરસાદ પડતા જિલ્લા વહિવટીતંત્રએ અસરકારક પગલા લઇ રાહત બચાવની કામગીરી કરી હતી. અત્યારે હાલ ૧૨ જેટલા કોઝ-વે ઉપરથી પાણી જઇ રહ્યું છે જેથી ૨૨ ગામમાં ૧૨ જેટલા અંતરીયાળ રસ્તા બંધ છે.

          સુબિર તાલુકામાં એક માનવમૃત્યુ થતા તેમના પરિવારને તાત્કાલીક રૂ. ૪ લાખની સહાય જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ચૂકવવામાં આવી હતી. ભારે વરસાદમાં ૩ પશુમૃત્યુ પામ્યા છે. 

બેઠકમાં જિલ્લા વિકાસ  અધિકારીશ્રી જેડી.પટેલ,  જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અશોક મુનિયા, નિવાસી અધિક કલેકટરશ્રી ટી.કે.ડામોર,નાયબ વનસંરક્ષકશ્રી અજ્ઞિશ્વર વ્યાસ, શ્રી ત્રિવેદી સહિત જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY