રાજપીપળાના પરિણીત મહિલાની છેડતી કરતા યુવાન વિરુદ્ધ ફરિયાદ 

0
21

પરણિત મહિલાને બાથમાં પકડી તું સરસ લાગે છે કહી યુવાને શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી 

રાજપીપળા : રાજપીપળાના સિંધીવાડ પાસેના રબારી ફળિયામાં રહેતી એક આદિવાસી પરણિત મહિલાની નજીકમાં રહેતા યુવાને છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળાના રબારી ફળિયામાં રહેતી એક પરણિત આદિવાસી મહિલા ધરમા એકલા હતા તે સમયે ફળિયામાં રહેતા હિતેન્દ્ર વસાવા એ મહિલાની એકલતાનો લાભ લઇ ધરમા ઘૂસી તું સરસ લાગે છે તેમ કહી શારીરિક અડપલા કરતા મહિલાએ આ બાબતે વિરોધ કર્યો તેથી યુવાને મહિલાને ગાળો આપી ધક્કો મારી નીચે પાડી દઇ ગડદા પાટુનો માર મારતા મહિલાએ બુમાબુમ કરતા ફળિયાના લોકો દોડી આવતા એ જોઈ યુવાન ત્યાંથી ભાગી ગયો પરંતુ જતા જતા મહિલાને એવી ધમકી આપી ગયો કે જો આ વાત કોઇને કરીશ તો જીવતી નહી છોડુ તેથી ગભરાયેલી મહિલા એ આ બાબતે યુવાન વિરુદ્ધ રાજપીપળા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તપાસ પીએસઆઇ ડી એ ક્રિશ્ર્ચન કરી રહ્યા છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY