વડોદરામાં પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

0
5

વડોદરા,તા.૧૧
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ટુંડાવ ગામની સીમમાંથી લીમડાના વૃક્ષ પર ગળે ફાંસો ખાઇને પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં આજુબાજુના ગ્રામજનોના ટોળા એકત્ર થઇ ગયા હતા. અને ભાદરવા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી.
ટુંડાવ પાસેના પાલડી ગામના રણજીત ઠાકોર નાયક અને અંજનાબેન રાજુભાઇ નાયક વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. ગઇકાલે રવિવારે પરિવારે અંજનાની બહેનને લગ્ન કરી સાસરે વળાવી હતી અને હવે પોતાને પણ બીજે પરણાવી દેશે અને પ્રેમી સાથે મિલન થાય નહીં તેવા ડકથી રવિવારે રાત્રે બંનેએ સાથે આ દુનિયા છોડી જવાનો નિર્ણય કર્યો હતો અને પોતાના ઘરથી દૂર ટુંડાવ ગામની સીમમાં જઇને વૃક્ષ પર લટકીને બંને એક સાથે આત્મહત્યા કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY