રાજપીપળા : નર્મદા પોલીસ અધિક્ષક હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ કામગીરી કરતી.નર્મદા જિલ્લાની નિર્ભયા ટીમના આખા ગુજરાતમાં કામગીરીની પ્રશંસા થઈ રહી છે ત્યારે નિર્ભયા ટીમને એક ફરિયાદ મળી જેમાં છીંડીયાપુરા ઞામના વતની ભગુભાઈ રણછોડભાઈ તડવીના દિકરી રંજન બેન ઉમર 22 તારીખ 3/3/2018 ના રોજ ગુમ થયેલ છે આ બાબતે કેવડિયા નિર્ભયા ટીમે પીએસઆઇ કે .કે.પાઠકને જાણ કરી જેથી કે.કે.પાઠકે તમામ નિર્ભયા ટીમને ખાનગી રીતે તપાસ કરવા જણાવ્યું ત્યારે કેવડિયા આ નીડર નિર્ભયા ટીમના મહિલા કર્મચારી(1) લતાબેન (2) શિલ્પાબેન (3)પદ્માબેન દ્વારા તપાસ કરતા રંજનબેન સુરત થી મળી આવેલ જેથી તેમના માં બાપ ને ઞરૂડેશ્વર પોસ્ટે, બોલાવી ત્યાના પીએસઆઇ એમ, વી, વસાવાએ એક વર્ષ થી ગુમ થયેલી છોકરી ને માં બાપને સોંપી મિલન કરાવ્યું હતું.ત્યારે આ માટે રંજનના પરિવારે નિર્ભયા સ્કોડનો આભાર વ્યક્ત કરી ટીમની આ કામગીરીને બિરદાવી હતી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




