રાજપીપળા શહેરમાં પંદર દિવસથી આધાર કાર્ડની કામગીરી બંધ થતા લોકો ધક્કે ચઢી રહ્યા છે.
બેંક સહિતના દરેક કામ માટે અત્યંત જરૂરી આધાર કાર્ડની કામગીરી નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે ફક્ત બે કચેરીઓ પર થતી હતી એ પણ બંધ થતા લોકો અટવાયા
રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે છેલ્લા પંદર દિવસથી આધાર કાર્ડની કામગીરી બંધ થઈ જતા લોકો ધક્કે ચઢી રહ્યા છે ત્યારે જીલ્લા નું વડું મથક હોવા છતાં રાજપીપળા શહેરમાં નગર પાલિકા અને મામલતદાર કચેરી મળી ફક્ત બે જગ્યાએ આધારનું કામ થતા આમ પણ લાંબી લાઈનો પડતી હતી જેમાં હાલ પંદર દિવસથી પાલિકા ખાતે કામ કરતા એજન્સીના માણસો કામગીરી બંધ થતા ઓફિસને તાળા મારી દેતા લોકો અટવાઈ પડ્યા હતા ત્યારે આ કામગીરી કોઈ પણ જાહેરાત કે જાણ કર્યા વગર બંધ કરી દેતા દૂર દૂર થી આવતા લોકો હાલ 15 દિવસથી ધક્કે ચઢી રહ્યા છે .
એક તરફ આધાર કાર્ડ જરૂરી દસ્તાવેજ છે ત્યારે અગાઉ બનેલા કાર્ડ માં ઉપરથી જ ઘણી ભૂલો કાર્ડ માં થઈ હતી જેમાં અટક,નામ કે જન્મ તારીખ ના પુરાવા આપવા છતાં કોઈક ક્ષતિ કે ભૂલ ના કારણે લોકો ના કાર્ડ માં ઘણા છબરડા થયા બાદ એને સુધારવા પૈસા ખર્ચી લાંબી કતારમાં ઉભા રહી લોકો કામધંધો છોડી કલાકો બગાડી સુધારા માટે દોડે છે જેમાં ઘણા લોકોના કાર્ડ બે ત્રણ મહિના થવા છતાં મળ્યા નથી ત્યારે એજન્સીની ઢીલી કામગીરી કે ઉપર લેવલની ભૂલ ગમે તે હોય પણ હાલ લાભાર્થીઓ ધક્કે ચઢી રહ્યા છે ત્યારે નગરપાલિકા કચેરી પર અને અન્ય જગ્યા પર આધારની કામગીરી જલ્દી શરુ થાય એવી માંગ છે .
સોફ્ટવેર અપડેટમાં હોવાથી હાલ કામ બંધ છે : સુપરવાઈઝર
આધાર કાર્ડ ની કામગીરી કરતા સુપરવાઈઝર મુકેશ વસાવા એ જણાવ્યું કે રાજપીપળામાં મામલતદાર અને પાલિકા આ બે જગ્યા પર કામ ચાલતું હતું પણ હાલમાં પાલિકા પરનું કામ બંધ છે જયારે મામલતદાર કચેરી પર કામ ચાલુ છે પાલિકા કચેરી પર ચાલતી કામગીરીનું સોફ્ટવેર અપડેટમાં ગયું હોય જયારે આવશે ત્યારે ચાલુ થશે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




