લોકસભા ની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા સમગ્ર કૌભાંડ ની તાપસ થાય : પી.ડી. વસાવા
વડાપ્રધાન મોદી દ્વારા સરકારી તિજોરી ને 41000 કરોડ કરતા વધુ નું નુકશાન કરાયો હોવાનો આવેદન માં આક્ષેપ
ભારતીય વાયુસેના ને 126 યુદ્ધ વિમાનોની જરૂરિયાત તેના બદલે સંખ્યા 36 કરીદેવાઈ, જેથી દેશ ની સુરક્ષા સાથે ચેડાં થયા હોવાનો આક્ષેપ
રાજપીપળા : રાફેલ યુદ્ધ વિમાનોની ખરીદી સંબંધે વિપક્ષ ઘણા સમય થી સરકાર ઉપર આક્ષેપો કરી રહી છે , સમગ્ર દેશ માં આ યુદ્ધ વિમનોની ચર્ચા ચાલી રહી છે ત્યારે વિપક્ષ આ મુદ્દે સરકાર ને ઘેરવાના મૂડ માં હોય તેમ લાગી રહ્યું છે.
આજરોજ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાફેલ વિમાનો ની ખરીદી મુદ્દે થયેલા કૌભાંડ ના આક્ષેપ સાથે ધરણા કરી જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, આવેદન પત્ર માં સરકાર દ્વારા રાફેલ યુદ્ધ વિમાનો ની ખરીદી સંદર્ભે કરોડો રૂપિયા નો ઘોટાળો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ઉપરાંત કસુરવારો સામે સખત કાર્યવાહી ની માંગ કરાઈ છે.
આ મુદ્દે નાંદોદ ના ધારાસભ્ય પી.ડી. વસાવા એ જણાવ્યું હતું કે જ્યારે કેન્દ્ર માં યુપીએ ની સરકાર હતી ત્યારે 126 વિમાન ખરીદવાનું નક્કી કરાયું હતું અને તે પણ 500 કરોડ ના ભાવે, જ્યારે ભાજપે ડસોલ્ટ એવિએશન કંપની પાસે થી 1600 કરોડ રૂપિયા ના ભાવે યુદ્ધ વિમાનો ખરીદ્યા જેથી દેશની તિજોરી ને લગભગ 41,000 કરોડ નું નુકશાન થયું છે, જે લોકો ના પૈસા છે, ઉપરાંત સરકારે કોઈ પણ ટેન્ડર ભર્યા વગર પોતાની મનગમતી કંપની ને કોન્ટ્રાકટ આપ્યા હોવાના પણ આક્ષેપ કર્યો હતો, ઉપરાંત જે કંપની પાસે કોન્ટ્રાકટ છે એ રિલાયન્સ ડિફેન્સ લિમિટેડ તેનું રજીસ્ટ્રેશન પણ ખરીદી ના 12 દિવસ પહેલાજ થઈ છે તેમ પણ જણાવ્યું હતું વધુ માં પી.ડી. વસાવા એ લોકસભા ની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા સમગ્ર કૌભાંડ ની તપાસ થાય અને કસુરવારો ને ખુલ્લા કરે તેવી માંગ કરી હતી
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





