જમ્મુ કાશ્મીરમાં દશકો પહેલા જ્યારે કાશ્મીરમાં ત્રાસવાદી ગતિવિધી ચરમ સીમા પર હતી ત્યારે અહીંથી દહેશતના કારણે મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો અન્યત્ર હિજરત કરી ગયા હતા.
પોતાના મકાન અને સંપત્તિ સહિત તમામ ચીજા મુકીને પણ કેટલાક પંડિતો તો જતા રહ્યા હતા. તેમની પિડા વારવાર સપાટી પર આવતી રહે છે. કેટલાક પંડિતો વાપસી કરવા માટે ઇચ્છુક પણ છે જ્યારે કેટલાક જે અન્યત્ર સ્થાયી થઇ ગયા છે અને પરિવારને સેટ કરી ચુક્યા છે કે તે આવી તંગ સ્થતીમાં ફરી આવીને મુશ્કેલમાં મુકાવવા ઇચ્છુક નથી. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવ્યા બાદ કાશ્મીરી પંડિતોની વાપસીની ચર્ચા ફરી શરૂ થઇ હતી. ભાજપે આને મુદ્દો પણ બનાવ્યો હતો. આ પ્રક્રિયા ત્રાસવાદના દોરમાં પ્રતિકુળ સંજાગોમાં હજુ ખુબ જટિલ છે. આના માટે અનેક પગલા લેવા પડશે.
કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિ વર્ષો પહેલા જ્યારે ચરમસીમાં પર પહોંચી ગઇ હતી ત્યારે દહેશતના કારણે મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતોને હિજરત કરવાની ફરજ પડી હતી ત્યારે તેમાંથી કેટલાક લોકો તો જમ્મુની મુઠી કોલોનીમાં રહેવા લાગી ગયા હતા ત્યારે અન્ય કેટલાક લોકો દિલ્હી સહિત દેશના બીજા વિસ્તારોમાં રહેવા લાગી ગયા હતા. કાશ્મીરી પંડિતોની હિજરતની પ્રક્રિયામાં સૌથી વધારે તેજી એ વખતે એવી હતી જ્યારે જગમોહન ત્યાના રાજ્યપાલ હતા. પણ કાશ્મીરી પંડિતોના કાશ્મીરથી વિસ્થાપિત થવા માટે કોઈ એક વ્યક્ત અથવા તો કોઈ એક કારણને જવાબદાર ઠેરવી શકાય નહીં. આના માટે ઐતિહાસિક કારણોને જવાબદાર ગણવામાં આવે તે જરૂરી છે જેથી કાશ્મીરી પંડિતોની હવે ફરી વાપસી થાય છે તો પણ ઐતિહાસિક પ્રક્રિયામાં જ થશે. કાશ્મીરી પંડિતોની વાપસી કોઈ એક બે દિવસોમાં થશે નહીં. આમાં સમય લાગશે. સૌથી વધારે જરૂર એ છે કે ક્ષેત્રમાં પારસ્પરિક વિશ્વાસનો માહોલ સર્જવામાં આવે. પહેલા પણ જે સરકારો આવી હતી. પણ ગંભીર પણે પ્રયાસ થયા ન હતા.
આમાં કોંગ્રેસ અને પીડીપીની ૨૦૦૨થી ૨૦૦૮ સુધીની સંયુક્ત સરકાર પણ સામેલ છે. વારંવાર પંડિતોની વાપસીના પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરંતુ સફળતા મળી ન હતી. વિશ્વાસ નિર્માણની પ્રક્રિયા જાગી શકી ન હતી. હવે વિશ્વાસ નિર્માણ સાથે ફરી એકવાર પ્રયાસ શરૂ કરાયા છે. કેટલાક રાજકીય નેતાઓ પણ પંડિતોની વાપસીનો મુદ્દો સતત ઉઠાવી રહ્યા છે. જા કે પ્રક્રિયા સરળ નથી.કેન્દ્રમાં ભાજપની સરકાર છે. જેથી ચોક્કસપણે આ બાબતની આશા જાગી છે કે કાશ્મીરી પંડિતોના પુનઃવસવાટની દિશામાં નક્કર પ્રયાસો થશે.કાશ્મીરથી વિસ્થાપિત થયેલા પંડિત જા ફરીથી કાશ્મીરમાં રહેવા લાગે છે તો કદાચ દુનિયા માટે એક અસામાન્ય ઉદાહરણ સાબિત થશે. દશકમાં પ્રથમ વખત કોઈ શરણાર્થી જૂથ પોતાના મૂળ વિસ્તારમાં જઈને રહેશે. પરંતુ હાલમાં મુદ્દાને ચોક્કસપણે સામેલ કરવામાં આવ્યો છે. આજના લેખમાં અમે આ જ વિષય પર વાત કરી રહ્યા છે જા કે કાશ્મીરી પંડિતોને લઈને ભાજપ અને પીડીપી વચ્ચે હજુ પણ કેટલાક મુદ્દાઓને લઈને મતભેદની સ્થતિ છે.
સૌથી પહેલા તમામ રૂપરેખા તૈયાર કરી લેવામાં આવે તે જરૂરી છે. આના માટે જરૂરી છે કે આ કામને કાશ્મીરીયતની સંસ્કૃતિને મહત્વ આપીને આગળ વધારવામાં આવે. આ દૃષ્ટિકોણથી જાવામાં આવે તો મહેબુબાનો દૃષ્ટિકોણ બિલકુલ યોગ્ય દેખાય છે. કાશ્મીરી પંડિતોની વાપસી માત્ર કાશ્મીરીઓ માટે કોઈ કોલોની બનાવવામાં આવશે નહીં. કાશ્મીરીઓ માટે કોઈ જુદી કોલોની નહીં બનાવવાની વાત પીડીપીના લોકો કરી રહ્યા છે. આ પાર્ટીના લોકો એમ પણ માને છે કે વાપસીની પ્રક્રિયા એક મિશ્ર સંસ્કૃતિને ધ્યાનમાં લઈને તૈયાર કરી શકાય છે. અલગ વાડથી ઘેરાયેલી કોઈ કોલોનીઓ વધારે સુરક્ષિત હોઈ શકે નહીં જ્યાં સુધી સામુદાયિક સહકાર ન મળે ત્યાં સુધી તેને સુરક્ષિત પણ ગણી શકાય નહીં.
આ બાબતને ધ્યાનમાં લેવી પડશે કે લોકો ઘરમાં નહીં પરંતુ સમાજમાં રહે છે. જેથી વિવિધતા અને સમાવિષ્ટતાને જાળવી રાખીને આગળ વધવામાં આવે તે જરૂરી છે.જા અમે એક સમુદાય પર આક્ષેપો કરતા રહીશું તો સ્થતિમાં ક્યારેય સુધારો થશે નહીં જેથી વાપસીના પ્રયાસ માત્ર સરકાર જ ન કરે બલકે આના માટે સમાજના લોકો પણ આગળ આવે. અનુભવ તો એમ જ કહે છે કે કાશ્મીરી મુસ્લમો પણ એ જ ઇચ્છે છે. પરંતુ કાશ્મીરી પંડિતોની વાપસી માટે કોઈની પાસે કોઈ ફોરમ્યુલા નથી. ફોરમ્યુલા તો પારસ્પરિક વાતચીત અને પ્રયાસોથી જ નીકળશે. હવે સરકારી અને સામાજિક પ્રયાસોને શંકાની નજરથી નિહાળ્યા વગર વિશ્વાસ કરીને આગળ વધવામાં આવે તે જરૂરી છે.
મોદી સરકાર ખૂબજ ગંભીર દેખાઈ રહી છે. રાજ્યની અગાઉની સરકારના ગાળા દરમિયાન પણ કાશ્મીરી પંડિતોની વાપસીના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ પ્રયાસ હેઠળ વડાપ્રધાન પેકેજ હેઠળ આશરે ત્રણ હજાર કાશ્મીરી પંડિતોને જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાં નોકરી આપવામાં આવી હતી. તેમાં એક જ શરત હતી કે જે લોકોને નોકરી આપવામાં આવી રહી છે તે લોકોને ત્યાં જ રહેવું પડશે. ત્યાંથી સ્થળાંતરને યોગ્ય ગણાશે નહીં. અને તેની માંગ પણ કરવામાં નહીં આવે. આ જ શરત પર નોકરી પણ આપવામાં આવી હતી. મોટા ભાગના લોકોને શિક્ષકોની નોકરી આપવામાં આવી હતી. ઘણા લોકોએ શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી પણ હતી. ઘણા લોકો શિક્ષક તરીકે નોકરી કરીને રહેવા પણ લાગી ગયા છે. પંડિતોની વાપસી ચાલતી રહેનારી એક નીતિનો હિસ્સો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




