શુક્વારે રાત્રે 1 વાગ્યે વિપુલ નારીગરા એ ટ્વીટ કરતા કહ્યું કે હું સુરત વોરિયર્સ ટિમ સાથે 2016 થી જોડાયેલો હતો ટિમ ઓફિશિયલ, અને 2 સીઝન માં મારી સાથે રમેલા તમામ સુરત વોરિયર્સના ક્રિકેટરોનો ખુબ ખુબ આભાર.. આમ લખતા જ વિપુલ નારીગરા એ આજે પોસ્ટને ઇન્સ્ટાગ્રામ માં પણ પોસ્ટ કરી..
વેલીયન્ટ પ્રીમિયર લીગ ગુજરાતની બહુ ચર્ચિત ટુર્નામેન્ટ છે જેમાં ઇન્ટરનેશનલ ખેલાડીઓ પણ રમે છે.બૉલીવુડ થી લઈને ક્રિકેટ જગતના મોટા નામ વીપીએલ સાથે જોડાયેલા છે.. એમાં નું જ એક મોટું નામ એટલે વિપુલ નારીગરા, સીઝન 4 થોડા જ દિવસમાં લોન્ચ થનાર છે ત્યારે અચાનક જ વિપુલ નારીગરા એ સુરત વોરિયર્સ છોડી દીધી છે..
વિપુલ 2 સીઝન થી સુરત વોરિયર્સના કેપ્ટન હતા,બંને સીઝન માં ટિમ કાઈ ખાસ પરફોર્મન્સ આપી ન હતી શકી સીઝન 2આ સેમી ફાઇનલ સુધી ટિમ પોહચી હતી… જ્યારે સીઝન 3 માં ગ્વાલિયર માં કેપ્ટનશિપ છોડી હતી પણ તરત જ તેને કન્ટીન્યુ કર્યો હતો પણ સીઝન 4 પેહલા અચાનક જ છોડવાનું કારણ એ પણ હોય શકે છે કે હવે તે ટિમ બદલવા પણ માંગતો હોય…
ક્રિકેટ માં સારું એવું નામ ધરાવતા વિપુલ ના નામ પર કલબ ક્રિકેટ માં 10મી વિકેટ ની ભાગીદારી નો વર્લ્ડ રેકોર્ડ પણ છે વર્ષ 2017 માં નેપાળ માં પોખરા સામે 16 બોલમાં 40 રન ની જબરજસ્ત ઇનિંગ રમી 10 મી વિકેટ માટે વર્લ્ડ રેકોર્ડ પાર્ટનેરશીપ નોંધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




