ન્યુ દિલ્હી,તા.૨૭
ભારત સરકાર ભલે એવા ખુલાસા કરી રહી હોય કે ભારત સરહદને અડીને આવેલા ડોકલામમાં ચીનની કોઈ હિલચાલ નથી પણ હકીકત કંઈ અલગ જ લાગી રહી છે.
અમેરિકાએ ડોકલામમાં ચીનની હિલચાલ થઈ રહી હોવાનો દાવો કર્યા બાદ એક ન્યુઝ ચેનલના અહેવાલમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે ડોકલામમાં એજ પ્રોજેક્ટ ચીન ફરી શરુ કરવા જઈ રહ્યું છે.
જેનો ભારત સરકારે ગત જુન મહિનામાં વિરોધ કર્યો હતો.આ પ્રોજેક્ટને લઈને ભારત અને ચીનના સૈનિકો ૭૩ દિવસ સુધી સામ સામે આવી ગયા હતા.
સૂત્રોના કહેવા પ્રમાણે આ વિસ્તારમાં ચીને મોટા પાટે નિર્માણ કાર્ય શરુ કર્યુ છે.ચીન ૧૨ કિલોમીટર લાંબો રસ્તો બનાવવા માંગ છે જેથી ડોક લામને પોતાના ફોરવર્ડ મિલિટ્રી બેઝ યાતુંગ સાથે જાડી શકે.
આ નિર્માણ કાર્ય માટે ૧૦ જેટલી ગાડીઓ મોજુદ છે.ભારતના સેટેલાઈટસથી કામગીરી છુપાવવા માટે પાંચ શેડ બનાવવામાં આવ્યા છે.મિલ્ટ્રીના સૈનિકો અને રોડ નિર્માણ સાથે જાડાયેલા કર્મચારીઓના રહેવા ૯૦ ટેન્ટ બનાવાયા છે અને ૩૦ જેટલા ભારે વાહનો આ વિસ્તારમાં દેખાયા છે.
આ રોડ બનાવવા પાછળનો અન્ય એક ઈરાદો ડોક લામને ચીનના એસ ૨૦૪ હાઈવે સાથે જાડવાનો છે.જેથી નાથુલા પાસ પાસેનુ યાતુંગ નામનુ ફોરવર્ડ મિલ્ટ્રી બેઝ તેની સાથે જાડાઈ શકે છે.
એવા પણ અહેવાલો આવી રહ્યા છે કે ચીને ફરી એક વખત ડોકલામ મામલે જા જરુર પડે તો ઘર્ષણમાં ઉતરવાની તૈયારી શરુ કરી છે.આ પહેલા જાન્યુઆરીમાં પણ ચીને કહ્યું હતું કે અમે ડોકલામમાં માળખાકીય સુવિધાઓ તૈયાર કરતા રહીશું.ભારતને ચીનની બોર્ડરમાં થઈ રહેલા નિર્માણ કાર્ય પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી.
ડોકલામમાં ચીને ફરી શરૂ કરેલી ગતિવિધિ અંગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા લુકાંગે જણાવ્યું હતું કે ચીન આ વિસ્તારમાં પોતાના સાર્વભૌમત્વનો પ્રયોગ કરી રહ્યું છે જે યોગ્ય અને ન્યાયસંગત છે. જાકે ભારતે હાજુ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન કર્યું નથી. ચીનના પ્રવકતાએ જણાવ્યું હતું કે ડોકલામમાં ચીનની સ્થિતિ સ્પષ્ટ છે. ડોકલામ હંમેશાં ચીનનું રહ્યું છે અને ચીનના અધિકારક્ષેત્ર હેઠળ છે. આ મુદ્દે કોઈ વિવાદ નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



