સાગબારાના સેલંબા ખાતે આકરી ગરમીમાં પંખો ચાલુ કરવા જનાર વ્યક્તિને કરંટ લાગતા મોત

0
380

રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલ પડી રહેલી આકરી ગરમીમાં લોકો એસી કુલર કે પંખા ની હવા થી ઠંડક મેળવી રહ્યા છે ત્યારે શનિવારે સાગબારા ના સેલંબાના તડવી ફળિયા માં રહેતા મધુભાઇ રાઘુભાઇ ભોઇ (50)પોતાના ઘરમા પંખો ચાલુ કરવા માટે લાઇટ સ્વીચ બોર્ડમા પંખાની સ્વીચ ચાલુ કરવા માટે જતા સ્વીચ બોર્ડમા લાઇટના વાયર છુટા હોય હાથની હથેળીમા અડી જતા કરંટ લાગતા બુમાબુબ કરી ત્યાર બાદ ઘરના અન્ય સભ્યો દોડી આવ્યા હતા પરંતુ કરંટ લાગવાના કારણે મધુભાઈનું પ્રાણપંખેરું ઉડી ચૂક્યું હતું આ બાબતે તેમના પુત્ર સતીશ એ સાગબારા પોલીસને જાણ કરતા પોલીસે અ.મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY