૫ કરોડના રક્ત ચંદન કેસમાં ચાર્જશીટમાં ડીઆરઆઈનો વિલંબ

0
13

ડીફોલ્ટ બેઈલ્ટના લાભથી આરોપીના જામીન મંજૂર કરાયા
સુરત, તા.૧
રૂ. ૫ કરોડના રક્તચંદનના મોકલવાના એક કેસમાં આરોપી સામે ડીઆરઆઈ દ્વારા ચાર્જશીટ ૬૦ દિવસમાં રજૂ ન કરવામાં આવતા આરોપીના એડવોકેટ વિનય શુકલા મારફતે ડીફોલ્ટ બેઈલની અરજી કરતા અદાલતે સીઆરપીસી-૧૬૭ (૨)ની અરજી મંજૂર કરી આરોપીને રૂ. ૧૫ હજારના જામીન પર છોડવાનો હુકમ કર્યોહતો.
આ કેસની વિગતો એવી છે કે, હજીરા પોર્ટ પર રક્તચંદન લાકડુ પાવડરની આડમાં મોકલાવાઈ રહ્નાં છે. તેવી બાતમીના આધારે પગલે ડીઆરઆઈના અધિકારીઓએ હજીરા બંદર પર દરોડા પાડી રૂ. ૫ કરોડનું રક્ત ચંદન પકડી પાડી આરોપી રાહુલ મિશ્રાની ધરપકડ કરી હતી. આરોપી રાહુલ મિશ્રા મૂળ યુ.પી.નો વતની છે અને હાલમાં અડાજણ- પાલ સપ્તાહમાં રહે છે. તેની સામે ડીઆરઆઈએ કસ્ટમ એકટ ૧૯૬૨ની કલમ અન્વયનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કાયદા મુજબ ૭ વર્ષની અોછી સજાના ગુનામાં ૬૦ દિવસમાં આરોપી સામે ચાર્જશીટ કરવાની હોય છે. પરંતુ ડીઆરઆઈએ ૨૭/૪/૨૦૧૯ સુધીમાં ચાર્જશીટ રજૂ ન કરતા આરોપીના એડવોકેટ વિનય શુકલાએ સીઆરપીસી ૧૬૭ (૨) મુજબ ડીફોલ્ટ બેઈલની અરજી કરી હતી. આ અરજી અદાલતે મંજૂર કરી આરોપી રાહુલ મિશ્રાને રૂ. ૧૫ હજારના જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો. રક્તચંદન લાકડાના કિંમત રૂ. ૫ કરોડ છે. આરોપીની ધરપકડ તા. ૨૬/૨/૨૦૧૪ના રોજ કરવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY