નર્મદા ખાણ ખનીજ વિભાગે સીઝ કરેલી હાઇવા ટ્રકની ચોરી થતા ગુનો દાખલ 

0
254

ગત 12 માર્ચે ખાણખનીજ વિભાગે ઓવરલોડમાં પકડી સીઝ કરેલી ટ્રક ક્વોરી પર મુક્યા બાદ ટ્રક માલિકે ડ્રાઈવર મારફતે ટ્રક ચોરી કર્યાનો શક હોવાની ફરિયાદ દાખલ 

રાજપીપળા : નર્મદા જિલ્લા ખાણખનીજ વિભાગ દ્વારા ગત 12 માર્ચે તપાસ દરમિયાન ઓવરલોડ ના ગુના માં એક હાઇવા ટ્રક નં. GJ 19 XX 7780 ને પકડી કાયદેસર કાર્યવાહી કરી ઓવરલોડમાં આ ટ્રક સીઝ કર્યા બાદ વાસલા ગામની એક કવોરી ઉપર સીજ કરી મુકેલ હતી ત્યારે આ હાઇવા ટ્રકનો માલીક તથા હાઇવા ટ્રકના ગાડીનો ડ્રાઇવર નામે મોહનભાઇ નટુભાઇ સંગાળાએ આ જગ્યા પરથી તારીખ 12 થી 14 માર્ચ દરિમિયાન કોઇ પણ સમયે આ ટ્રક વાહનના માલીક તેના ડ્રાઇવર મારફતે મુક્ત કરેલ ન હોવા છતા ખાણખનીજ વિભાગને કોઇ પણ પ્રકારની જાણ કર્યા વગર હાઇવા ટ્રક્ જેની કિ.રૂ.૧૨,૦૦,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયા હોવાનો શક છે તેથી આ બાબતે ખાણખનીજ વિભાગના માઇન્સ સુપરવાઈઝર દીપેશ દેવટીયા એ ગરુડેશ્વર પોલીસ મથકે શકદાર તરીકે ટ્રકના મલિક અને ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ચોરી નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY