રાજપીપળાના એક જાગૃત નાગરિકે આ ભરતી માટેની તમામ પ્રક્રિયા અને નિયમો બાબતે માહિતી માંગી અને આ ભરતી કોની ભલામણ થી કરવામાં આવી છે એ વિગત પણ માંગી
રાજપીપળા : તાજેતરમાં નર્મદા જિલ્લામાં હોમગાર્ડ કમાન્ડન્ટ ની ભરતી બાબતે એક જાહેરાત આવતા અમુક અરજદારો અરજી કર્યા બાદ એક ની પસંદગી થઈ પરંતુ એક અરજદારને આ બાબતે શંકા જતા આ મામલો ભારે ચર્ચા એ રહ્યા બાદ રાજપીપળા ના લાલ ટાવર નજીક રહેતા રાજુભાઈ રાઉલ નામના એક જાગૃત નાગરિકે આ બાબતની સત્યતા તપાસવા આરટીઆઈ દ્વારા જાહેર માહિતી અધિકારી ,નર્મદા પાસે માહિતી માંગી છે જેમાં ગુજરાત માં હોમગાર્ડ કમાન્ડન્ટ ભરતી ના શું નિયમો છે અને નર્મદા જિલ્લામાં આ ભરતી કયા નીતિ નિયમો અનુસાર થયેલી છે તે બાબતે ની માહિતી માંગી છે સાથે સાથે નર્મદા માં થયેલી આ ભરતી માં જેની ભરતી થયેલી છે તે સિવાયના અરજદાર પસંદ પામેલા અરજદાર કરતા વધુ લાયકાત અને ભણતર અને અનુભવ ધરાવતા હોય સાથે સ્થાનિક હોવા છતાં તેની ભરતી કરવામાં ન આવતા એ ક્યાં કાયદા અને નિયમો કે ધારા ધોરણ અનુસાર લેવામાં આવેલ નથી આ તમામ બાબતે માહિતી માંગતા આ ભરતી પ્રક્રિયા પર હાલમાં આ અનેક સવાલ ઉઠી રહ્યા છે ત્યારે હવે આ બાબતે આગળ શું થશે એ જોવું રહ્યું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





