રાજપીપળા : સોમવારે સવારે રાજપીપળા સંતોષ ચાર રસ્તા પાસે વીજ કરંટ લાગવાના કારણે એક કપિરાજ મૃત અવસ્થામાં પડ્યો હતો.જેના ટાઈગર ગ્રુપ નર્મદાની ટીમે અંતિમ સંસ્કાર કરી માનવતા દાખવી હતી.
આજની ભાગદોડની જિંદગીમાં કોઈને માણસો માટે સમય નથી તેમજ માનવતા અને દયાભાવ મરી પરવાર્યા છે તે સમયમાં ટાઇગર ગ્રુપ નર્મદાના કાર્યકર્તાને કપિરાજના મૃત્યુ બાબતે જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર દોડીને કોઈ અન્ય વાહન ચાલકને તકલીફ ના થાય તે માટે મૃત કપિરાજને રસ્તાની બાજુમાં લઈ
ટાઇગર ગ્રુપના અધ્યક્ષ પ્રેમભાઈ તથા તેમના બીજા કાર્યકર્તાઓ ભેગા થઈને કોઈ વાહન કે સગવડની રાહ જોયા વગર પોતાની મોટર બાઈક ઉપર મૃત કપિરાજને અવાવરું જગ્યા ઉપર લઈ જઈને જાતે ખાડો ખોદીને પૂજા વિધિ કરીને અંતિમ સંસ્કાર કર્યા હતા.આમ ટાઈગર ગ્રુપ નર્મદા ની ટીમે વધુ એક માનવતા નું સેવાકાર્ય કર્યું હતું.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




