ફલધરા મુખ્ય માર્ગથી જલારામ મંદિર સુધીના માર્ગનું લોકાર્પણ

0
6

વલસાડ, તા.૧૫
વલસાડ તાલુકાના ફલધરા ગામે મુખ્ય માર્ગથી જલારામબાપાના મંદિર સુધીના ૧.૪ કિ.મી લંબાઇના રૂ.૬૦ લાખના ખર્ચે તૈયાર થયેલા નવીન માર્ગને વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે રીબીન કાપીને જનસમર્પિત કર્યો હતો. આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દરેક ગામમાં પાયાની માળખાકીય સુવિધાઅો પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ગામના સવા*ગી વિકાસ માટે આયોજનબધ્ધ કામગીરી કરવાની સાથે જે વિસ્તારો વિકાસકાર્યોથી વંચિત રહી ગયા છે, તેવા વિસ્તારોને પ્રાધાન્ય અપાશે તેમ જણાવી સૌના સહિયારા પ્રયાસની અપેક્ષા મંત્રીશ્રીએ વ્યકત કરી હતી. સરપંચ નૈલેશભાઇએ ગામમાં થયેલા વિકાસકાર્યોની રૂપરેખા આપી સાથે આજે લોકાર્પણ થયેલા રસ્તાની કામગીરી માટે મંત્રીશ્રી તેમજ સ્થાનિક ધારાસભ્ય અરવિંદભાઇ પટેલે આપેલા સહયોગને બિરદાવ્યો હતો. જલારામધામના ફુલસિંહભાઇએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઇ પટેલે કર્યુ઼ હતું. આ અવસરે ગ્રામજનો મોટી સંખ્યામા હાજર રહયા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY