ભુજ કચ્છ: જી.એમ.હડિયા પો.સ.ઇ. આર.આર.સેલ ભુજ નાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. મેધજીભાઈ, એ.એસ.આઈ પરીશ્રીતસિહ જાડેજા, એ.એસ.આઈ. દિલીપસિંહ જાડેજા,હેડ.કોન્સ શિવરાજસિંહ રાણા,પો.કો. જયદિપસિહ જાડેજાએ રીતેના પોલીસ સ્ટાફના માણસો એ ડીવીઝન ગાંધીધામ વિસ્તારમાં પ્રોહી વોચ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મીઠીરોહર ગામ પાસે આવતા એ.એસ.આઈ. પરીશ્રીતસિહ જાડેજાને મળેલ હકિત આધારે અંજતા એસ્ટેસ્ટ પાસે આવેલ શટર વાળી ઓરડીમાંથી દેશી દારૂ લીટર ૪૮૫ કી.રૂ. ૯૭૦૦ ના મુદ્દામાલ પકડી પાડી આરોપી (૧) કાસમ નુરમામદ કોરેજા રહે. મીઠીરોહર તા. ગાંધીધામ પકડાઈ જઈ તેમજ આરોપી (૨) જુમા સીધીક સોઢા (૩)સલીમ મુરૂ સોઢા રહે.બન્ને મીઠી રોહર વાળાઓ હાજર નહી મળી આવેલ હોઈ ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે.માં ગુન્હો નોંધાવેલ છે.
તેમજ અન્ય એક હકીકત એ.એસ.આઈ. પરીશ્રીતસિહ જાડેજાને મળેલ કે એમ કે બેન્સા પાછળ મીઠી રોહર સીમમાંથી આથો લીટર ૬૦૦ જેની કી.રૂ.૧૨૦૦ તથા દેશી દારૂ ૫૭ કી.રૂ. ૧૧૪૦ સાધનો કી.રૂ.૬૦૦ એમ કુલ્ કી.રૂ. ૨૯૨૦ મુદામાલ પકડી પાડી આરોપી (૧) ઈબ્રાહિમ ઓસ્માણ વારા રહે મીઠી રોહર. પકડાઈ જઈ તેમજ આરોપી (૨) અલ્લારખા હુશેન ત્રાયા (૩) અલીફ ઈસ્માઈલ સોઢા રહે બન્ને મીઠી રોહર વાળા હાજર ન મળી આવેલ હોઈ ગાંધીધામ બી ડિવિઝન પો.સ્ટે ગુન્હો નોંધાવેલ છે.
ગૌતમ બુચિયા
રિપોર્ટર કચ્છ
૬૩૫૧૮૭૭૩૬૮
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



