મતદાન મથક પર મતદાર ફોટો – ઓળખકાર્ડ સિવાયના વૈકલ્પિક પુરાવાઓ પણ માન્ય ગણાશે

0
11

આગામી તા.૨૩ મી એપ્રિલના રોજ યોજાનારી લોકસભાની સામાન્‍ય ચૂંટણી દરમિયાન મતદાન કરવા જતાં મતદારોને અગવડ ન પડે એ હેતુથી ચૂંટણીપંચ ધ્‍વારા મતદાર ઓળખકાર્ડ સિવાયના ચૂંટણીપંચે માન્‍ય કરેલ વૈકલ્‍પિક પુરાવાઓ માન્‍ય ગણાશે.

૨૨-ભરૂચ લોકસભા સંસદીય મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર રવિકુમાર અરોરા તરફથી મળતી વિગતો અનુસાર આગામી તા.૨૩ મી એપ્રિલ – ૨૦૧૯ ના રોજ યોજાનારી લોકસભાની સામાન્‍ય ચૂંટણી દરમિયાન મતદાન કરવા આવતાં મતદારો કે જેમની પાસે મતદાર ફોટો ઓળખકાર્ડ નહી હોય તેવા મતદારોને પણ ચૂંટણીપંચ ધ્‍વારા માન્‍ય વૈકિલ્‍પક પુરાવાઓ બતાવી મતદાન કરી શકશે જેમાં પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાયસન્‍સ, કેન્‍દ્ર/રાજ્‍ય સરકાર, જાહેરા સાહસ તથા પબ્‍લિક લી. કંપનીઓ ધ્‍વારા આપવામાં આવેલ સર્વિસ ઓળખકાર્ડ ફોટો સહિતની બેન્‍ક અથવા પોસ્‍ટ ઓફિસ ધ્‍વારા આપવામાં આવેલ પાસબુક, પાનકાર્ડ, શ્રમ મંત્રાલય યોજના અંતર્ગત આપવામાં આવેલ સ્‍માર્ટ કાર્ડ, મનરેગા જોબકાર્ડ, શ્રમ મંત્રાલયની આરોગ્‍ય વીમા યોજના અંતર્ગત આપવામાં આષવેલ સ્‍વાસ્‍થ્‍ય વીમા સ્‍માર્ટ કાર્ડ ફોટો સહિતના પેન્‍શન દસ્‍તાવેજ, સંસદ સભ્‍યો, વિધાનસભ્‍યો, વિધાન પરિષદના સભ્‍યોને આપવામાં આવેલ સરકારી ઓળખકાર્ડ તથા આધારકાર્ડનો સમાવેશ થાય છે. આ પુરાવા તરીકે ઉપયોગમાં લઇ શકાશે વધુમાં ફોટો વોટર સ્‍લીપ ફક્‍ત માર્ગદર્શન માટે જ છે. ઓળખના પુરાવા તરીકે તેનો ઉપયોગ કરી શકાશે નહી એમ ૨૨-ભરૂચ લોકસભા સંસદીય મતદાર વિભાગના ચૂંટણી અધિકારી તરફથી જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY