નર્મદા પોલીસ અને આરટીઓની રહેમ નજર હેઠળ મુસાફરોને જીવનું જોખમ..? ઘેટા બકરા ની માફક ખાનગી વાહનોમાં ભરાતા મુસાફરો અને શાળાના વિદ્યાર્થીઓ છતાં આંખ આડા કાન કેમ કરાય છે …?
રાજપીપળા સિવિલ પાછળ , સંતોષ ચોકડી પાસે તેમજ જૂની જેલ પાસેના મુખ્ય રસ્તા પર બકી જેમ મુસાફરો ભરી દોડતા ખાનગી વાહનો સામે કાર્યવાહી કરતા કેમ ઢીલી નીતિ અપનાવાય છે
નિર્દોષ વિદ્યાર્થીઓ અને મુસાફરોનો ભોગ લેવાય તે પહેલા કાર્યવાહી જરૂરી છતાં કાયદાની એસી તેસી કરી ચાલકો દ્વારા પોતાના વાહનો રસ્તા પર જ ઉભા કરી બેફામ મુસાફરો ભરાઈ છે . આ કોની મહેરબાની …!!
રાજપીપળા : નર્મદા જિલ્લામાં બેકાબુમાં બનેલા ખાનગી વાહન ચાલકોને કોઈનો ડર નહીં હોવા પાછળ પોલીસ અને આરટીઓના કેટલાક હપ્તા ખાઉં અધિકાી , કર્મચારીઓ જવાબદાર છે ત્યારે છાસવારે પોલીસ અને આરટીઓ વિભાગ અન્ય વાહન ચાલકો પાસે દંડ વસૂલી કાયદાનું પાલન કરાવવા કડકાઈ દેખાડે છે અને તેમની બહાદુરી બતાવી વાર્ષિક ટાર્ગેટ પૂરો કરે છે પરંતુ કાયદાનો ખુલ્લે આમ ભંગ કરતા મુસાફર ભરી જતા ખાનગી વાહનો કે જે આડેધડ મૂસાકરો ભરે છે તેમની સામે કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી …? કેમ એ તેમના કમાઉ દીકરા છે માટે …!!
એક તરફ જિલ્લાનું મોટું રાજપીપળા એસટી ડેપોના ખાડે ગયેલો વહીવટ ઉપરાંત પુરતી બસો ન હોવાના કારણે અપ ડાઉન કરતા વિદ્યાર્થીઓ કે અન્ય મુસાફરો એસટીના ઓછા અને અનિયમિત રૂટો ના કારણે ન છુટકે ખાનગી વાહનોના સહારે રહેતા હોય પરંતુ આરટીઓ માં નિયમ કરતા પણ ડબલ મુસાફરો ભરી દોડતા ખાનગી વાહનો મુસાફરો માટે જોખમરૂપ છે જેમાં કેટલાક જીપ કે છકડા જેવા વાહનો ના છાપરે આડેધડ મુસાફરો ભરી દોડતા વાહક ચાલકો તંત્રના હપ્તા કાઢવા આમ કરતા હોવાની વાત પણ વારંવાર સામે આવી હતી ત્યારે જો આવા વાહનો ને ક્યારેક અકસ્માત થાય તો અંદર કે ઉપર બેસી મુસાફરી કરતા મુસાફરો માંથી કદાચ મોટાભાગના ના રામ રમી જાય છતાં હપ્તા ખાવા ટેવાયેલા તંત્ર ના ભ્રષ્ટ લોકો ના ખિસ્સા ભરવા નર્મદા જિલ્લામાં રોજ હજારો મુસાફરો જોખમી સવારી કરવા મજબુર છે ત્યારે આવા તમામ સમયે નિયમિત કાયદાનો કડક અમલ કરાય એ જરૂરી બન્યું છે .
ચીફ રિપોર્ટર, નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




