રાજપીપળામાં બે માસ પૂર્વે શરુ કરાયેલી ભલાઈ ની દીવાલ નામના સેવા કાર્યમાં લોકોની મદદ જરૂરી 

0
38

ગરીબો માટે આશીર્વાદ સમાન આ સેવાકાર્ય ભલે નર્મદા પોલીસે શરુ કર્યું પરંતુ પગાર આપવા છતાં માણસો ન મળતા લોકોનો સહકાર જરૂરી 

ઉદ્ધઘાટન ટાણે તસવીરો ખેંચાવવા પધારેલા સમાજ સેવકો કેમ આ કાર્ય સ્થળે બે બે કલાક બેસવા તૈયાર નથી …?!

હાલમાં પોલીસ ખાતાનાં જ એક સેવાભાવી વ્યક્તિએ કોઈ પણ જાતની નામના વગર ત્યાં આવેલા કપડાં મુકવા બે રેક મુકવ્યા એ પણ કોઈ સ્વાર્થ કે નામના વગર   

રાજપીપળા : બે માસ પેહલા રાજપીપળાની પોલીસ લાઈન બહાર શરુ કરાયેલી ભલાઈ ની દીવાલ નામનું સેવાકાર્ય થોડાજ દિવસો બાદ જાણે રસ્તે રઝળતું થયું હોય એમ લોકો એ ગરીબો ાટે પહેરા આપેલા કપડાં ફૂટપાથ ઉપર જથર વથર પડેલા જોવા મળ્યાં બાદ પણ ઉદ્ઘાટન ટાણે તસવીરો ખેંચાવતાં સેવાભાવી માંથી કોઈએ આ બાબતે ધ્યાન ન આપ્યું પરંતુ નર્મદા પોલીસ ના એક સેવાભાવી કર્મચારી એ કોઈ પણ જાતના સ્વાર્થ કે નામના વગર આ માટે બે લોખંડના રેક સ્વખર્ચે બનાવી ત્યાં મુખ્ય અને ત્યાં દાન માં આવેલા કપડાં વ્યવસ્થિત મુકાવડાવ્યા ત્યારે જાણે કોઈ શોરૂમ માં મુકેલા કપડાં હોય એમ લાગ્યું આને કહેવાય માનવતા પરંતુ આ દીવાલ પર પગાર આપવા છતાં કોઈ બેસનાર વ્યક્તિ હજુ મળતા નથી છતાં કોઈ ગરીબ ને ત્યાંથી કપડાં લેવાની ઈચ્છા થાય એ રીતે હાલ ત્યાં કપડાં મુક્યા છે

સવાલ એ થાય કે ઉદ્ઘાટન ના દિવસે ફોટા પડાવવા એકઠાં થયેલા લોકો પૈકી એક પણ સેવાભાવી વ્યક્તિ માંથી કે એ ત્યાં કલાક બે કલાક બેસી સેવા આપી શકે….? અથવા અન્ય કોઈની વ્યવસ્થા કરી શકે…? જોકે કેટલાક લોકો ને ફક્ત પ્રસિદ્ધિ મેળવવામાંજ રસ હોય છે ત્યારે આ રેક બનવનાર અને ત્યાં યોગ્ય કપડાં મુકાવનાર વ્યક્તિ એ તો તેમનું નામ નહિ લખવા સ્પષ્ટ જણાવ્યું છે તો સેવાભાવી સંસ્થા કે વ્યક્તિઓ આ ભલાઈ ની દીવાલ પર ફક્ત સવાર સાંજ બે કલાક બેસી આ લોકઉપયોગી સેવાકાર્ય માં સહભાગી બને એ જરૂરી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY