નર્મદા જિલ્લામાં આચાર સંહિતા લાગ્યાં ના 20 દિવસ બાદ પણ રાજપીપળા સિવિલ સત્તાધીશો નિંદ્રામાં …?!

0
24

રાજપીપળા સિવિલની કેસ બારી પર લાગેલા પીએમ , સીએમ અને ડે.સીએમ ના ફોટા વાળા પોસ્ટર યથાવત 

કેશ બારી કે જ્યાં રોજની ઓપીડીના 300 થી વધુ દર્દીઓ સહીત હજારો લોકો આવતા જતા હોય ત્યાં 108 ની સેવાની જાહેરાત કરતુ પીએમ સીએમનું ફોટો પોસ્ટર યથાવત છે 

રાજપીપળા : આચાર સંહિતા લાગુ પડતાજ નર્મદા જિલ્લામાં કડક અમલ કરવામાં આવ્યો જેમાં રાજપીપળા શહેરમાં નગરપાલિકા દ્વારા સતત બે દિવસ મોડી રાત સુધી હોલ્ડિંગ બેનર તકતીઓ સહિતની સરકારી જાહેરાતો હટાવવા કે ઢાંકવાની કામીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી પરંતુ રાજપીપળાની સિવિલ હોસ્પિટલની અંદર આવેલ કેસબરીમાં અંદરના ભાગે લાગેલ સરકારી જાહેરાતનું પોસ્ટર 20 દિવસ બાદ પણ લાગેલું જોવા મળે છે ત્યારે શું સિવિલ સત્તાધીશોને આચાર સંહિતા લાગુ પડતી નથી ….?!

ખાસ અગત્યની બાબત તો એ છે કે સિવિલમાં લાગેલું આ પોસ્ટર 108 એમ્બ્યુલન્સની કામગીરીનું છે જેમાં પીએમ મોદી , સીએમ રૂપાણી અને ડે.સીએમ નીતિનભાઈ પટેલ ના ફોટા સાથે હોવા છતાં સિવિલ સત્તાધીશો એ એ હટાવવાની તસ્દી લીધી નથી ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી કે તેમની ટિમ આ બાબતે સત્તાધીશો સામે કડક પગલાં લઈ આચાર સંહિતાના ભંગ કરવા બાબતે લાલ આંખ કરશે ….? કે આ અમલ કાગળ ઉપર જ રાખી અંદરોઅંદર સમજાવટ કરાશે…?

જિલ્લામાં આચાર સંહિતા ભંગ બદલ કેટલા સામે પગલાં લેવાયા છે એ માટે અમે નર્મદા જિલ્લા આચાર સંહિતા અમલી અધિકારી એલ એમ ડીંડોર નો ટેલિફોનિક સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈક કારણોસર એમણે ફોન રિસીવ કર્યો ન હતો ત્યારે નર્મદામાં આચાર સંહિતાનો અમલ કેટલા અંશે સફળ થયો છે અને ભંગ ની કેટલી ફરિયાદો થઈ છે એ જાણી શકાયું નથી પરંતુ આ અહેવાલ બાદ પગલાં લેવાશે કે નહિ એ પણ એક સવાલ છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY