રાજપીપળા : નર્મદા જિલમાં હાલમાજ સ્થાપના પામેલ ટાઈગર ગ્રુપ એક બાદ એક જરૂરિયાતમંદ લોકો માટે મદદરૂપ થઈ ઉમદા સેવા કાર્ય કરી રહ્યું છે જેમાં અગાઉ ગરીબ નિરાધારોને અનાજ વિતરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિ બાદ આજે ટાઈગર ગ્રુપ નર્મદા ના અધ્યક્ષ પ્રેમાભાઈ એ એક જરૂરિયાતમંદ મહિલાને પોતાનું બ્લડ આપી જીવતદાન આપ્યું હતું .
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના થરી ગામમા રહેતા વિશાલભાઈ તડવી પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પોતાનું ભણતર છોડી પોતે મજૂરી કરી પોતાના નાનાભાઈને ભણાવવાનું અને પોતાની વૃદ્ધ માતાને મદદરૂપ થવાનું બીડું ઝડપ્યું હતું પરંતુ માતા સોનલબેન તડવીની તબિયત અચાનક બગડતા રાજપીપળા સરકારી દવાખાનામા દાખલ કરેલા હોય તેમને લોહીની ઉણપ જણાતા 1 યુનિટ લોહી ચઢાવવાની જરૂર પડતા પુત્ર વિશાલ રાજપીપળામાં ટાઇગર ગ્રુપના અધ્યક્ષ પ્રેમભાઈને મળી પોતાની માતા માટે લોહીની જરૂરિયાત હોવાનું જણાવતા નોકરી ઉપર જઇ રહેલા પ્રેમભાઈ એ દર્દી નો સમય ના બગડે અને કોઈ નો જીવ બચે તે માટે તાત્કાલિક રાજપીપળા રેડક્રોસ બ્લડ બેન્કમાં જઇને પોતે રક્તદાન કરીને જરૂરી લોહી પુરુ પાડી એક માતાનું જીવન બચાવી રક્તદાન મહાદાનના સૂત્ર ને સાચા અર્થ માં સાર્થક કરી દેખાડ્યું હતું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




