ઈચ્છાપોરમાં યુવતી પર બે યુવાન મિત્રો દ્વારા સામૂહિક બળાત્કાર

0
19

પ્રેમી યુવક પછી યુવતીને ધમકાવી બીજા યુવકે બળાત્કાર ગુજાર્યો
સુરત, તા.૩
ગઈકાલે બપોરે ત્રણ વાગ્યા બાદ બે યુવકે યુવતી ઉપર સામૂહિક બળાત્કાર ગુજાર્યાની ઘટના બની હતી. ભાઠા ગામની બે મિત્ર પૈકી એક મિત્રે બળાત્કાર ગુજાર્યા બાદ બીજા મિત્રે આવીને યુવતીને બદનામ કરવાની ધમકી આપી એણે પણ બળાત્કાર ગુજાર્યો હતો. સામૂહિક બળાત્કારની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી.
ઈચ્છાપોર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભાઠા ગામ વાઘરી મહોલ્લામાં રહેતો બળવંત ઉર્ફે બલ્લો જયંતિ રાઠોડ દુધ લેવા જતી યુવતી પાસે આવી વાતોમાં ભોળવી પોતાની મોટર સાયકલ પર બેસાડી ગયો હતો અને દિવાલની ઓથે લઈ જઈ ફરિયાદી યુવતીની મરજી વિરૂદ્ધ જબરદસ્તીથી શરીર સંબંધ બાંધ્યો હતો. આ સમયે આરોપીનો મિત્ર સોમા નટુ રાઠોડે આવી ફરિયાદી યુવતીને બદનામ કરવાની ધમકી આપી આરોપી સોમા નટુએ પણ જબરદસ્તીથી બળાત્કાર ગુજાર્યો હતો.
ઈચ્છાપોર પોલીસે પીડિતા યુવતીની ફરિયાદ નોંધી આરોપી બંને મિત્ર વિરૂદ્ધ ઈપીકો કલમ ૩૭૬ (જી) મુજબનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY